IND vs PAK : ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીની ખૂબ જ મહત્વપૂર્ણ મેચમાં પાકિસ્તાન ટીમનો સામનો કરવા માટે તૈયાર છે. આ મેચ રવિવારે દુબઈમાં રમાશે. ટીમ ઈન્ડિયાએ તેની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું, જ્યારે પાકિસ્તાનની ટીમને ન્યૂઝીલેન્ડ સામે 60 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. સેમીફાઈનલની રેસમાં રહેવા માટે પાકિસ્તાન માટે ભારત સામે જીત મેળવવી ખૂબ જ જરૂરી છે. સાથે જ ભારતીય ટીમ પણ પોતાના વિજય રથને આગળ લઈ જવા ઈચ્છશે. આવી સ્થિતિમાં કપ્તાન રોહિત શર્મા પાકિસ્તાન સામેની મેચમાં પ્લેઈંગ 11માં મહત્વપૂર્ણ ફેરફાર કરી શકે છે.
માત્ર ચહલ જ નહીં....આ ભારતીય ક્રિકેટરોના પણ થઈ ચૂક્યા છે છૂટાછેડા, જુઓ Photos
ટીમ ઈન્ડિયાનો મિડલ ઓર્ડર
રોહિત શર્મા પર ફરી એકવાર ટીમને ઝડપી શરૂઆત અપાવવાની જવાબદારી રહેશે. રોહિતે ODI વર્લ્ડ કપ 2023, T20 વર્લ્ડ કપ 2024 બાદથી પોતાની રમત સંપૂર્ણપણે બદલી નાખી છે. બાંગ્લાદેશ સામે પણ તેણે 40થી વધુ રન બનાવીને ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી. તેની સાથે શુભમન ગિલ પણ હશે, જે ટીમના વાઇસ કેપ્ટન પણ છે. ગિલે પ્રથમ મેચમાં બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી. આ પછી વિરાટ કોહલી ત્રીજા નંબરે અને શ્રેયસ અય્યર ચોથા નંબરે રમશે. 5માં નંબર પર કેએલ રાહુલ હશે, જે ટીમનો વિકેટકીપર પણ છે.
ભારત કે પાકિસ્તાન... કઈ ટીમ છે વધુ ખતરનાક ? છેલ્લી 10 વન ડે મેચોમાં આવો છે રેકોર્ડ
કોનું પત્તું કપાશે ?
રાહુલ બાદ હાર્દિક પંડ્યા ફાસ્ટ બોલિંગની સાથે બેટિંગમાં પણ શાનદાર છે. આ પછી અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા હશે જેઓ ટીમ ઈન્ડિયાના સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર પણ છે. પાકિસ્તાન સામે કુલદીપ યાદવના સ્થાને પ્લેઈંગ 11માં વરુણ ચક્રવર્તીની પસંદગી થઈ શકે છે. હર્ષિત રાણા અને મોહમ્મદ શમી ટીમના ફાસ્ટ બોલર હશે.
પાકિસ્તાન સામેની ચેમ્પિયન્સ ટ્રોફી મેચ માટે ભારતની સંભવિત પ્લેઈંગ-11
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા, મોહમ્મદ શમી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે