Home> Sports
Advertisement
Prev
Next

IND vs PAK SAFF Championship: સુનીલ છેત્રીની હેટ્રિક, સૈફ ચેમ્પિયનશિપમાં ભારતે પાકિસ્તાનને 4-0થી હરાવ્યું

India vs Pakistan SAFF Championship: સૈફ ચેમ્પિયનશિપના પોતાના પ્રથમ મેચમાં ભારતે શાનદાર શરૂઆત કરતા પાકિસ્તાનને 4-0થી પરાજય આપ્યો છે. આ જીત સાથે ભારતે પોઈન્ટ ટેબલમાં ખાતું ખોલાવ્યું છે. 

IND vs PAK SAFF Championship: સુનીલ છેત્રીની હેટ્રિક, સૈફ ચેમ્પિયનશિપમાં ભારતે પાકિસ્તાનને 4-0થી હરાવ્યું

બેંગલુરૂઃ ભારતીય ફુટબોલ ટીમે સૈફ ચેમ્પિયનશિપ 2023ની બીજી મેચમાં પાકિસ્તાનને 4-0થી હરાવી વિજયી શરૂઆત કરી છે. શ્રી કાંતીરવા સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં ભારત માટે કેપ્ટન સુનીલ છેત્રીએ હેટ્રિક ગોલ કર્યા હતા. તેના ગોલની મદદથી સુનીલ છેત્રીએ બીજા એશિયન આંતરરાષ્ટ્રીય ગોલ સ્કોરરના રેકોર્ડની બરોબરી કરી છે. જ્યારે ઉદાન્તાએ 81મી મિનિટે ગોલ કર્યો હતો. સપ્ટેમ્બર 2018 બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ ફુટબોલ મેચ રમાઈ હતી. પાંચ વર્ષ પહેલા ભારતે પાડોશી દેશની સૈફ ટૂર્નામેન્ટની સેમીફાઈનલમાં 3-1થી પરાજય આપ્યો હતો. 

fallbacks

ભારત માટે સુનીલ છેત્રીએ 10મી અને 16મી મિનિટમાં ગોલ કર્યો હતો. બીજા હાફમાં છેત્રીએ 74 મિનિટમાં ગોલ કરીને પોતાની હેટ્રિક પૂરી કરી હતી. છેત્રીએ ત્રણમાંથી બે ગોલ પેનલ્ટી પર કર્યા હતા. ત્યારબાદ ઉદાન્તા સિંહે 71મી મિનિટે ગોલ કર્યો હતો. 

IND vs PAK: મેચમાં થઈ બબાલ
45મી મિનિટમાં ભારતીય કોચની ટક્કર પાકિસ્તાની ખેલાડીઓ સાથે થઈ હતી. પાકિસ્તાની ખેલાડી જ્યારે થ્રો ઈન લઈ રહ્યો હતો, ત્યારે ભારતીય કોચ ઇગોર સ્ટિમૈકે બોલને હાથ મારીને નીચે પાડી દીધો હતો. ત્યારબાદ પાકિસ્તાનની ખેલાડી આવીને સ્ટિમૈક સાથે ટકરાયો હતો. પછી ભારતીય ખેલાડીઓ પહોંચ્યા અને ધક્કામુક્કી જોવા મળી હતી. થોડા સમય માટે મામલો ગરમ થઈ ગયો હતો. 

મામલો શાંત થયા બાદ મેચ રેફરીએ ભારતીય કોચને રેડ કાર્ડ દેખાડ્યું હતું. તો પાકિસ્તાની કોચને યેલો કાર્ડ દેખાડવામાં આવ્યું હતું. આ સાથે ભારતના ડિફેન્ડર સંદેશ ઝિંગન અને પાકિસ્તાનના મિડ ફીલ્ડર રાહિસ નબીને યલો કાર્ડ દેખાડ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More