Home> Sports
Advertisement
Prev
Next

IND vs SA: આફ્રિકા સામે ઘરઆંગણે ક્યારેય ટી20 સિરીઝ નથી જીત્યું ભારત, જાણો રેકોર્ડ

South Africa tour of India 2022: આઈપીએલ બાદ ભારતીય ટીમ મિશન ટી20 વિશ્વકપની શરૂઆત કરવાની છે. જેની શરૂઆત 9 જૂનથી થઈ રહી છે. ભારત અને આફ્રિકા વચ્ચે પાંચ મેચોની ટી20 સિરીઝ 9 જૂનથી શરૂ થશે. 

IND vs SA: આફ્રિકા સામે ઘરઆંગણે ક્યારેય ટી20 સિરીઝ નથી જીત્યું ભારત, જાણો રેકોર્ડ

નવી દિલ્હીઃ આઈપીએલ-2022ની સમાપ્તિ બાદ ભારતીય ટીમ હવે દક્ષિણ આફ્રિકા સામે ટી20 સિરીઝમાં મેદાને ઉતરશે. સાઉથ આફ્રિકાની ટીમ ભારતના પ્રવાસે 5 મેચોની ટી20 સિરીઝ રમવાની છે. આ સિરીઝનો પ્રથમ મુકાબલો જીતવાની સાથે ભારતીય ટીમ ઈતિહાસ રચી દેશે. ભારતે અત્યાર સુધી સતત 12 ટી20 મેચ જીતી છે અને તે પ્રથમ મેચમાં આફ્રિકાને હરાવશે તો તે 13મી જીત હશે. આ સાથે ભારત ઈતિહાસમાં સૌથી વધુ સતત ટી20 મેચ જીતવાનો રેકોર્ડ પોતાના નામે કરી લેશે. 

fallbacks

ભારત ક્યારેય સિરીઝ જીત્યું નથી
ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે ક્યારેય ટી20 સિરીઝ જીતી ચુકી નથી. બંને દેશો વચ્ચે પ્રથમવાર 5 મેચોની સિરીઝ રમાઈ રહી છે. આ પહેલાં બે વખત આફ્રિકાની ટીમ ભારતના પ્રવાસે આવી છે, પરંતુ ત્યારે ભારતીય ટીમ ટી20 સિરીઝ જીતી શકી નથી. આ વખતે ભારતની પાસે ઘરઆંગણે આફ્રિકાને ટી20 સિરીઝમાં હરાવવાની તક છે. 

દક્ષિણ આફ્રિકાનો ભારત પ્રવાસ
પ્રથમવાર 2015 / 2016 – આફ્રિકાની ટીમ ભારતના પ્રવાસે 3 ટી20 મેચ રમવા આવી હતી, જેમાં મહેમાન ટીમે 2-0થી જીત મેળવી હતી. 
બીજીવાર: 2019 / 2020 – આ ત્રણ મેચની સિરીઝ 1-1થી ડ્રો રહી હતી. 

આ પણ વાંચોઃ Police Case On MSD: ક્યારેય નહોતું ધાર્યું કે ધોની સામે પોલીસ કેસ થશે, આરોપ સાંભળીને તમારા માન્યામાં નહીં આવે

ભારત-આફ્રિકા ટી20 સિરીઝનો કાર્યક્રમ
પ્રથમ T20I: 9 જૂન, અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી
બીજી T20I: 12 જૂન, બારાબતી સ્ટેડિયમ, કટક
ત્રીજી T20: 14મી જૂન, VDCA ક્રિકેટ સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમ
ચોથી T20: 17મી જૂન, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, રાજકોટ
પાંચમી T20: 19 જૂન, એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુ

ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ
કેએલ રાહુલ (કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, દીપક હુડ્ડા, શ્રેયસ અય્યર, રિષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, વેંકટેશ અય્યર, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, આવેશ ખાન, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક.

ટી20 સિરીઝ માટે આફ્રિકાની ટીમ
ટેમ્બા બાવુમા (કેપ્ટન), ડિ કોક, રીઝા હેન્ડ્રિક્સ, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, એડન માર્કરમ, ડેવિડ મિલર, લુંગી એન્ગિડી, એનરિક નોર્ત્જે, વેન પાર્નેલ, ડ્વેન પ્રિટોરિયસ, કગિસો રબાડા, તબરેઝ શમ્સી, ટ્રિસ્ટન સ્ટબ્સ, રાસી વાન ડેર ડુસન અને માર્કો જેનસન.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More