Home> Sports
Advertisement
Prev
Next

IND vs SA: અંતિમ વનડેમાં KL Rahul કરશે ત્રણ મોટા ફેરફાર, આ પ્લેઇંગ 11 સાથે ઉતરશે ભારત


IND vs SA: આજે સાઉથ આફ્રિકાના પ્રવાસ પર ટીમ ઈન્ડિયા અંતિમ વનડેમાં મેદાને ઉતરશે. પ્રથમ બે વનડેમાં હાર બાદ કેપ્ટન રાહુલ ટીમમાં મોટા ફેરફાર કરી શકે છે. 
 

IND vs SA: અંતિમ વનડેમાં KL Rahul કરશે ત્રણ મોટા ફેરફાર, આ પ્લેઇંગ 11 સાથે ઉતરશે ભારત

કેપટાઉનઃ સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટીમ ઈન્ડિયા પોતાની લાજ બચાવવા માટે ત્રીજી વનડેમાં ઉતરશે. ત્રણ મેચોની સિરીઝ પહેલાથી ગુમાવી ચુકેલી ટીમ ઈન્ડિયા હવે અંતિમ મેચમાં વિજય સાથે ઘરે પરત ફરવા ઈચ્છશે. મહત્વનું છે કે અંતિમ મેચમાં કેપ્ટન રાહુલ ટીમમાં ફેરફાર કરશે અને યુવા ખેલાડીઓને તક આપવામાં આવશે. આવો જાણીએ આ મેચમાં ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન શું હશે. 

fallbacks

આ હશે ટોપ ઓર્ડર બેટર
સિરીઝની પ્રથમ મેચમાં કમાલનું પ્રદર્શન કરનાર શિખર ધવન આ મેચમાં પણ કેપ્ટન રાહુલ સાથે ઓપનિંગ કરી શકે છે. ધવને પ્રથમ વનડેમાં 79 રન બનાવ્યા હતા. તો રાહુલે બીજી વનડેમાં અડધી સદી ફટકારી હતી. આ સિવાય ત્રીજા ક્રમે વિરાટ કોહલીની જગ્યા પાક્કી છે. વિરાટે પ્રથમ વનડેમાં 51 તો બીજી મેચમાં શૂન્ય રન બનાવ્યા હતા. 

મિડલ ઓર્ડરમાં થશે ફેરફાર
સિરીઝ હાર બાદ આજે ભારત મિડલ ઓર્ડરમાં કેટલાક ફેરફાર કરી શકે છે. 4 નંબર પર શ્રેયસ અય્યરના સ્થાને સૂર્યકુમાર યાદવને તક મળી શકે છે. અય્યર પ્રથમ બે વનડેમાં મોટી ઈનિંગ રમી શક્યો નથી. તો વિકેટકીપરની ભૂમિકામાં રિષભ પંત જોવા મળશે. યુવા ખેલાડી વેંકટેશ અય્યરને ટીમ વધુ એક તક આપી શકે છે. 

આ પણ વાંચોઃ BCCI એ કરી મોટી જાહેરાત, આ તારીખથી શરૂ થશે IPL 2022 ની ધમાલ

બોલિંગમાં ભૂવી થશે બહાર
નંબર 7 પર શાર્દુલ ઠાકુર ઉતરશે. પ્રથમ બે વનડેમાં ઠાકુરે બેટથી મહત્વનું યોગદાન આપ્યું છે. પરંતુ તે બોલથી ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. સ્પિનર વિભાગમાં ચહલને વધુ એક તક મળી શકે છે. આર અશ્વિનના સ્થાને ટીમ ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને તક આપી શકે છે. તો ભુવનેશ્વરના સ્થાને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ મેદાનમાં ઉતરી શકે છે. 

ત્રીજી વનડે માટે ભારતની સંભવિત પ્લેઇંગ 11
કેએલ રાહુલ, શિખર ધવન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, વેંકટેશ અય્યર, શાર્દુલ ઠાકુર, પ્રસિદ્ધ કૃષ્ણા, યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More