India vs Sri Lanka 2nd ODI: ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ વનડે શ્રેણીની બીજી મેચ આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. પ્રથમ વનડેમાં ગુવાહાટી ખાતે 67 રને જીત મેળવીને ભારતે શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ટીમ ઇન્ડિયા આજની મેચ જીતીને લંકા સામે સતત 10મી વનડે શ્રેણી પોતાના નામે કરી શકે છે. ભારતીય ટીમ શ્રીલંકા સામે બાઈલેટરલ વનડે શ્રેણીમાં છેલ્લા 26 વર્ષથી હારી નથી. છેલ્લે ટીમે 1997માં હારનો સામનો કરવો પડ્યો હતો.
આ મેદાન પર જ રોહિત શર્માએ શ્રીલંકા વિરુદ્ધ 2014માં 173 બોલમાં 33 ફોર અને 9 સિક્સની મદદથી 264 રન બનાવ્યા હતા. આ હજી સુધી વનડેમાં હાઈએસ્ટ વ્યક્તિગત સ્કોર છે. ગઈ મેચમાં 67 બોલમાં 83 રન બનાવીને ફોર્મમાં પરત ફરવાની ઝલક બતાવનાર રોહિત આજે ફરી એકવાર ડેડી હન્ડ્રેડ ફટકારે તો આશ્ચર્ય થશે નહીં.
કોહલી પાસે છે ધોનીનો રેકોર્ડ તોડવાની તક-
વિરાટ કોહલી આજે 51 રન બનાવે તો તે ભારત તરફથી શ્રીલંકા વિરુદ્ધ સેકન્ડ હાઈએસ્ટ રન સ્કોરર બની જશે. તે 2333 રન સાથે હાલ ત્રીજા સ્થાને છે. આ સૂચિમાં 3113 રન સાથે સચિન તેંડુલકર ટોપ પર અને 2383 રન સાથે એમએસ ધોની બીજા સ્થાને છે.
ઈડન ગાર્ડન્સમાં ભારતનો દેખાવ-
ટીમ ઇન્ડિયા છેલ્લા 5 વર્ષથી અહીં અપરાજિત છે. છેલ્લે ટીમે અહીં 2017માં ઇંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે આ મેદાન પર 21 વનડે રમી છે. તેમાંથી 12 જીતી છે, 8 હારી છે, જ્યારે 1 મેચમાં રિઝલ્ટ નહોતું આવ્યું.
ઇન્ડિયા vs શ્રીલંકા-
ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 163 મેચ રમાઈ છે. તેમાંથી ભારત 94 જીત્યું છે, 57 હાર્યું છે, 1 મેચમાં ટાઈ પડી તો 11માં રિઝલ્ટ નહોતું આવ્યું.
છેલ્લી 10 શ્રેણીથી ભારત અપરાજિત, શ્રીલંકા સામે છેલ્લે 1997માં ગુમાવી હતી સીરિઝ-
વર્ષ હોસ્ટ માર્જિન વિનર
1997 શ્રીલંકા 3-0 શ્રીલંકા
1997/98 ઇન્ડિયા 1-1 ડ્રો
2005/06 ઇન્ડિયા 6-1 ઇન્ડિયા
2006 શ્રીલંકા 0-0 ડ્રો
2006/07 ઇન્ડિયા 2-1 ઇન્ડિયા
2008 શ્રીલંકા 3-2 ઇન્ડિયા
2008/09 શ્રીલંકા 4-1 ઇન્ડિયા
2009/10 ઇન્ડિયા 3-1 ઇન્ડિયા
2012 શ્રીલંકા 4-1 ઇન્ડિયા
2014/15 ઇન્ડિયા 5-0 ઇન્ડિયા
2017 શ્રીલંકા 5-0 ઇન્ડિયા
2017/18 ઇન્ડિયા 2-1 ઇન્ડિયા
2021 શ્રીલંકા 2-1 ઇન્ડિયા
રોહિતે 2014માં ફટકાર્યા હતા 264 રન
ફેરફારની સંભાવના નહીં:
ગઈ મેચમાં ટીમ ઇન્ડિયાએ સરળતાથી શ્રીલંકાને માત આપી હતી. તે બાદ આજે ભારતીય પ્લેઈંગ-11માં ફેરફારની કોઈ સંભાવના નથી. બીજી તરફ શ્રીલંકાની ટીમ ફાસ્ટ બોલર લાહિરૂ કુમારાને પ્લેઈંગ-11માં સ્થાન આપી શકે છે.
ભારતની સંભવિત પ્લેઈંગ-11:
રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, યુઝવેન્દ્ર ચહલ
શ્રીલંકાની સંભવિત પ્લેઈંગ-11:
પથુમ નિસાંકા, અવિષ્કા ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ, ચરિથ અસલંકા, ધનંજયા ડી સિલ્વા, દાસુન શનાકા, વાનિન્દુ હસરંગા, દુનિથ વેલલાગે/મહેશ થિક્ષાના, ચમિકા કરુણારત્ને, કસુન રાજીથા, લાહિરૂ કુમારા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે