ઈન્દોરઃ શ્રીલંકા વિરુદ્ધ 3 મેચોની ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝના પ્રથમ મુકાબલામાં મંગળવારે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. તેણે 17 બોલમાં એક ચોગ્ગો અને બે છગ્ગાની મદદથી અણનમ 34 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે ન માત્ર સૌથી વધુ ટી20 આંતરરાષ્ટ્રીય રન બનાવવાના મામલામાં રોહિતને પાછળ છોડ્યો, પરંતુ કેપ્ટન તરીકે આ ફોર્મેટમાં એક હજાર રન પણ પૂરા કર્યાં છે. રસપ્રદ વાત તે છે કે વિરાટ આમ કરનાર સૌથી ઝડપી કેપ્ટન બન્યો છે.
વિરાટ કોહલી કેપ્ટન તરીકે 1000 રન બનાવનાર વિશ્વનો છઠ્ઠો અને ભારતનો બીજો કેપ્ટન બન્યો છે. તેની પહેલા ભારતના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ ટી20 આંતરરાષ્ટ્રીયમાં 1000 રન પૂરા કર્યાં હતા. ધોનીના નામે 72 મેચમાં 37.06ની એવરેજથી 1112 રન છે, જ્યારે કોહલીના નામે 32 મેચમાં જ 1006 રન થઈ ગયા છે.
સૌથી ઝડપી કોહલી
કોહલી માત્ર ધોનીથી આ મામલામાં ઝડપી નથી, પરંતુ તે અન્ય કેપ્ટનો કરતા પણ આગળ છે. કોહલીએ દક્ષિણ આફ્રિકાના ફાફ ડુ પ્લેસિસનો રેકોર્ડ તોડ્યો છે. પ્લેસિસે 31 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી, જ્યારે કોહલીએ તેનાથી એક ઈનિંગ ઓછી રમી છે.
રાશિદ ખાને બિગ બેશ લીગમાં ઝડપી હેટ્રિક, ઓસ્ટ્રેલિયામાં મચાવી ધમાલ
વિરાટ કોહલી (ભારત) - 30 ઇનિંગ્સ
ફાફ ડુ પ્લેસિસ (દક્ષિણ આફ્રિકા) - 31 ઇનિંગ્સ
કેન વિલિયમસન (ન્યુઝીલેન્ડ) - 36 ઇનિંગ્સ
ઇયાન મોર્ગન (ઇંગ્લેન્ડ) - 42 ઇનિંગ્સ
વિલિયમ પિટરફિલ્ડ (આયર્લેન્ડ) - 54 ઇનિંગ્સ
મહેન્દ્રસિંહ ધોની (ભારત) - 57 ઇનિંગ્સ
ICC Test Rankings: ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોનો દબદબો, ભારતીય ખેલાડીઓને થયું નુકસાન
કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી
કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવવાની વાત કરવામાં આવે તો આફ્રિકાનો ફાફ ડુ પ્લેસિસ સૌથી આગળ છે. તેણે 40 મેચમાં 37.44ની એવરેજથી 1273 રન બનાવ્યા છે. ડુ પ્લેસિસના નામે એક સદી અને 7 અડધી સદી નોંધાયેલી છે.
ફાફ ડુપ્લેસિસ (દક્ષિણ આફ્રિકા) - 40 મેચમાં 1273 રન.
મહેન્દ્રસિંહ ધોની (ભારત) - 72 મેચમાં 1112 રન.
કેન વિલિયમસન (ન્યુઝીલેન્ડ) - 39 મેચમાં 1083 રન
ઇયોન મોર્ગન (ઇંગ્લેન્ડ) - 43 મેચમાં 1013 રન.
વિરાટ કોહલી (ભારત) - 32 મેચમાં 1006 રન
વિલિયમ પોર્ટરફિલ્ડ (આયર્લેન્ડ) - 56 મેચમાં 1002 રન
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે