Home> Sports
Advertisement
Prev
Next

કોહલીની ટીમ રમશે વિશ્વ કપ સેમીફાઇનલ, આ શ્રીલંકન દિગ્ગજે કરી ભવિષ્યવાણી

ચમિંડા વાસે વિરાટ કોહલીની આગેવાની વાળી ટીમ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019ની સેમીફાઇનલમાં પહોંચવાની ભવિષ્યવાણી કરી છે. 
 

કોહલીની ટીમ રમશે વિશ્વ કપ સેમીફાઇનલ, આ શ્રીલંકન દિગ્ગજે કરી ભવિષ્યવાણી

મુંબઈઃ શ્રીલંકાના પૂર્વ ફાસ્ટ બોલર ચમિંડા વાસે વિરાટ કોહલીની આગેવાની વાળી ટીમને આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019ના સેમીફાઇનલમાં પહોંચવાની ભવિષ્યવાણી કરી છે. 45 વર્ષના વાસે કહ્યું કે, ભારતીય ટીમ સંતુલિત અને લયમાં છે. 

fallbacks

ડાબા હાથના આ ફાસ્ટ બોલરે મંગળવારે મુંબઈમાં કહ્યું કે, ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી શરૂ થઈ રહેલી આ ટૂર્નામેન્ટમાં શ્રીલંકાના સારા પ્રદર્શનને લઈને વધુ ખાતરી નથી, પરંતુ કહ્યું કે, ફાસ્ટ બોલર લસિથ મલિંગાના પ્રદર્શન પર ટીમનું પ્રદર્શન નિર્ભર રહેશે. 

વાસે કહ્યું, છેલ્લા બે-ત્રણ વર્ષોથી ભારતીય ટીમનો દબદબો છે. તેની પાસે સારા ફાસ્ટ બોલર છે. તે શાનદાર પ્રદર્શન કરશે. મારી ભવિષ્યવાણી છે કે ભારતીય ટીમ ચોક્કસપણે સેમીફાઇનલમાં પહોંચશે. 

એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતનો ડંકો, બજરંગ પૂનિયાએ જીત્યો ગોલ્ડ મેડલ 

સ્થાનીક ટી-20 ટૂર્નામેન્ટના ઉદ્ઘાટન માટે પહોંચેલા વાસે જ્યારે શ્રીલંકા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, છેલ્લા કેટલાક મહિનાથી શ્રીલંકાએ સારૂ પ્રદર્શન કર્યું નથી, પરંતો જો ટીમની સંરચાને જોશો તો તે ખેલાડીઓ પર નિર્ભર રહેશે. તેમાં કોઈ શંકા નથી કે મલિંગા વિશ્વના સર્વશ્રેષ્ઠ બોલરમાંથી એક છે. અમારી ટીમ તેની બોલિંગ પર નિર્ભર રહેશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More