Home> Sports
Advertisement
Prev
Next

જ્યારે ગાવસ્કરની આગેવાનીમાં ભારત બન્યું હતું એશિયા ચેમ્પિયન, પાકને આપી હતી માત


13 એપ્રિલ 1984ના શારજાહના મેદાનમાં ભારતે સુનીલ ગાવસ્કરની આગેવાનીમાં શ્રીલંકા અને પાકિસ્તાનને હરાવી પ્રથમ એશિયા કપ પર કબજો કર્યો હતો. 
 

જ્યારે ગાવસ્કરની આગેવાનીમાં ભારત બન્યું હતું એશિયા ચેમ્પિયન, પાકને આપી હતી માત

નવી દિલ્હીઃ આજથી આશરે 36 વર્ષ પહેલા ભારતે યૂએઈમાં ઈતિહાસ રચી દીધો હતો. 1984માં પ્રથમવાર એશિયા કપ  (Asia Cup) ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારત સિવાય પાકિસ્તાન અને શ્રીલંકાએ ભાગ લીધો હતો. આ ટૂર્નામેન્ટ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમઆઇ હતી, એટલે કે દરેક ટીમે અન્ય ટીમ સામે રમવાનું હોય છે. આ સિરીઝમાં કુલ 3 મેચ રમાઇ હતી, અને તેનો કોઈ ફાઇનલ મુકાબલો નહોતો. 1983માં વિશ્વકપમાં ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવનાર કેપ્ટન કપિલ દેવ ઈજાને કારણે બહાર હતાં. ભારતની કમાન હવે સુનીલ ગાવસ્કર (Sunil Gavaskar)ના હાથમાં હતી. 

fallbacks

બીજીતરફ પાકિસ્તાનના શાનદાર ખેલાડી ઇમરાન ખાન પણ આ સિરીઝથી બહાર રહ્યાં હતા. ભારતે પ્રથમ મેચ શ્રીલંકા સામે રમી અને વિજય મેળવ્યો. આ સિવાય ભારતની બીજી અને અંતિમ મેચ પાકિસ્તાન સામે હતી, જેમાં ટીમ ઈન્ડિયાનો 54 રને વિજય થયો હતો. ત્રણ ટીમો વચ્ચે કુલ 3 મેચ રમાઇ હતી. ભારતનું પ્રદર્શન સૌથી સારૂ રહેવાને કારણે તેને વિજેતા જાહેર કરવામાં આવી હતી. 

ટીમ ઈન્ડિયાના વિકેટકીપર-બેટ્સમેન સુરિન્દર ખન્નાએ બંન્ને મેચમાં અડધી સદી ફટકારી હતી. આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન વિરુદ્દ તેમણે 56 રન બનાવ્યા હતા. 2 અડધી સદીને કારણે સુરિન્દરને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો હતો. સુરિન્દરને ભારતના સીનિયર વિકેટકીપર સૈયદ કિરમાણીના સ્થાને ટીમમાં તક મળી હતી. ટીમ ઈન્ડિયા તરફથી કેપ્ટન ગાવસ્કરને એશિયા કપની ટ્રોફી સોંપવામાં આવી અને આ સાથે ટીમ ઈ્ન્ડિયાનું નામ ઈતિહાસના પાનામાં નોંધાઈ ગયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More