Home> Sports
Advertisement
Prev
Next

Blind T20 World Cup: ભારતે બાંગ્લાદેશને હરાવી રચ્યો ઇતિહાસ, ત્રીજીવાર ટ્રોફી પર કબજો

India vs Bangladesh: ભારતીય ટીમે બાંગ્લાદેશને હરાવીને બ્લાઇંડ ક્રિકેટના ટી20 વર્લ્ડકપનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. ભારતીય ટીમે મેચમાં 120 રનથી જીત નોંધાવી છે. 

Blind T20 World Cup: ભારતે બાંગ્લાદેશને હરાવી રચ્યો ઇતિહાસ, ત્રીજીવાર ટ્રોફી પર કબજો

India vs Bangladesh T20 World Cup: ભારતીય ટીમે બાંગ્લાદેશને હરાવીને બ્લાઇંડ ક્રિકેટના ટી20 વર્લ્ડકપ ખિતાબ પોતાના નામે કરી દીધો છે. ભારતીય ટીમે મેચમાં 120 રનોથી જીત નોંધાવી છે. ટીમ ઇન્ડીયાએ ત્રીજીવાર વર્લ્ડકપની ટ્રોફી પર કબજો જમાવ્યો છે. તેનાથી ટીમ ઇન્ડીયાએ વર્ષ 2012 માં અને વર્ષ 2017 માં ખિતાબ જીત્યો હતો. 

fallbacks

ટીમ ઇન્ડીયાએ જીત્યો ખિતાબ
ભારતીય ટીમે પહેલાં બેટીંગ કરતાં 2 વિકેટના નુકસાન પર 277 રન બનાવ્યા. જેના જવાબમાં બાંગ્લાદેશ ટીમ 3 વિકેટના નુકસાન પર 157 રન જ બનાવી શકી. ટીમ ઇન્ડીયાના પ્લેયર્સે ખૂબ શાનદાર રમત રમી. ભારતીય ટીમ માટે સુનીલ રમેશ અને અજય કુમાર રેડ્ડીએ તોફાની સદી ફટકારી. તેના લીધે ટીમ ઇન્ડીયા મોટા સ્કોર પર પહોંચી શકી. સુનીલ રમેશે 136 રન અને અજય કુમારે 50 બોલમાં 100 રન બનાવ્યા. સુનીલ રમેશને તેમની શાનદાર ઇનિંગ માટે 'મેન ઓફ ધ મેચ' એવોર્ડ આપવામાં આવ્યો.

આ પણ વાંચો: Electricity Bill હજારોમાં આવે છે? બદલી નાખો આ 2 ગેજેટ્સ; અડધાથી ઓછું આવશે બિલ
આ પણ વાંચો: બુધ ગોચરથી આસમાને પહોંચશે સોના-ચાંદી અને શેરના ભાવ, પરંતુ આ લોકો વિચારી રોકે પૈસા
આ પણ વાંચો: જાપાની નુસખા: જાણો જાપાની મહિલાની ગ્લોઈંગ સ્કીન અને યુવાની રહસ્ય

બાંગ્લાદેશના બેટ્સમેન રહ્યા ફ્લોપ
278 રનોના ટાર્ગેટનો પીછો કરવાની ઉતરી બાંગ્લાદેશ ટીમ ભારતીય બોલરો આગળ ટકી શકી નહી અને 20 માંથી 3 વિકેટના નુકસાન પર 157 રન જ બનાવી શકી અને મેચ 120 રનથી હારી ગઇ. બાંગ્લાદેશના ઓપનર બેટ્સમેન સલમાને જરૂર 77 રનની ઇનિંગ રમી, પરંતુ તે ટીમને જીત અપાવી શકી નહી. ભારત તરફથી અજય કુમાર રેડ્ડી અને લલિત મીનાએ 1-1 વિકેટ પ્રાપ્ત કરી. 

ભારતે ત્રીજીવાર જીત્યો ખિતાબ
ટીમ ઇન્ડીયાના પ્લેયર્સ ત્રીજી વાર બ્લાઇન્ડ ટી20 વર્લ્ડકપ પર કબજો જમાવ્યો છે. ફાઇનલ મુકાબલામાં ભારતીય પ્લેયર્સે કમાલની રમત રમી. આ પહેલાંન ટીમ ઇન્ડીયા વર્ષ 2012 અને વર્ષ 2017 માં સારું પ્રદર્શન કરી ખિતાબ જીતી ચૂકી છે. 

આ પણ વાંચો: ઘરમાં કચરાં-પોતું કરતાં આ વાતોનું રાખોનું ધ્યાન, નહીંતર મુસિબતમાં મુકાશો!
આ પણ વાંચો: સ્વેટર પહેરીને સૂવાના ગેરફાયદા, સુધારી દેજો ટેવ નહીંતર મુશ્કેલીમાં મુકાશો
આ પણ વાંચો: બેચલર પાર્ટી માટે બેસ્ટ છે આ પ્લેસીસ, લગ્ન પહેલાં મિત્રો સાથે મનભરીને માણો મસ્તી!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More