Home> Sports
Advertisement
Prev
Next

ઈજાથી પરેશાન હાર્દિક પંડ્યાએ લીધો નિવૃત્તિનો નિર્ણય, જલ્દી કરી શકે છે મોટી જાહેરાત

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આ સમયે ઈજાગ્રસ્ત છે અને ટીમમાંથી બહાર છે. વિશ્વકપ દરમિયાન હાર્દિકને ઈજા થઈ હતી. હાર્દિક પંડ્યાના કરિયર પર નજર કરીએ તો છેલ્લા કેટલાક વર્ષમાં તે સતત ઈજાથી પરેશાન રહે છે. હવે સામે આવી રહ્યું છે કે તે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી શકે છે. 
 

ઈજાથી પરેશાન હાર્દિક પંડ્યાએ લીધો નિવૃત્તિનો નિર્ણય, જલ્દી કરી શકે છે મોટી જાહેરાત

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બાંગ્લાદેશ વિરુદ્ધ વિશ્વકપની મેચ દરમિયાન એક સ્ટ્રેટ ડ્રાઇવને રોકવાના નિષ્ફળ પ્રયાસમાં ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. હાર્દિક પંડ્યા સીધો મેદાનની બહાર જતો રહ્યો હતો, અને ત્યારબાદ મેડિકલ તપાસમાં સામે આવ્યું કે તેને લિગામેન્ટ ટિયર 1 ઇંજરી થઈ છે. આ ઈજા બાદ હાર્દિક પંડ્યા વિશ્વકપમાંથી પણ બહાર થઈ ગયો હતો. 

fallbacks

ત્યારબાદ તે શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે તે જલ્દી ટીમમાં વાપસી કરી શકે છે, પરંતુ ઓસ્ટ્રેલિયા બાદ આફ્રિકાની સિરીઝમાં પણ પંડ્યાનું નામ ટીમમાં આવ્યું નહીં. હવે સૂત્રોના માધ્યમથી તે વાતનો ખુલાસો થયો છે કે હાર્દિક પંડ્યા આશરે 18 સપ્તાહ માટે ક્રિકેટથી દૂર થઈ ગયો છે.

આ દિવસોમાં હાર્દિક પંડ્યા સાથે જોડાયેલી એક મોટી જાણકારી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ વાયરસ ખબર પ્રમાણે પોતાની ઈજાથી પરેશાન હાર્દિક પંડ્યા જલ્દી સંન્યાસની સત્તાવાર જાહેરાત કરી શકે છે.

ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી શકે છે હાર્દિક પંડ્યા
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પર્દાપણ કરવાની સાથે ટીમ ઈન્ડિયાનો મહત્વનો ખેલાડી બની ગયો હતો. તે સારી બેટિંગ કરવાની સાથે ટીમને મજબૂત બોલિંગ વિકલ્પ પણ આપી રહ્યો છે. હાર્દિક પંડ્યા અત્યાર સુધી ભારત માટે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં રમી ચૂક્યો છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે સતત ઈજાથી પણ પરેશાન છે. 

આ પણ વાંચોઃ એક જ દિવસમાં 11 ખતરનાક ખેલાડીઓનો જન્મદિવસ! 4 તો હજુ પણ ટીમ ઈન્ડિયામાં રમે છે

પરંતુ તેની વધી રહેલી ઈજાને કારણે તે ટેસ્ટ ક્રિકેટ રમવાનું છોડી શકે છે. એટલે કે હાર્દિક પંડ્યાના ટેસ્ટ ક્રિકેટ પર વિરામ લાગી શકે છે. તેમ માનવામાં આવે છે કે તે વ્હાઇટ બોલ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા માટે રમતો રહેશે. 

કંઈક આવી રહ્યું છે હાર્દિક પંડ્યાનું ટેસ્ટ કરિયર
જો વાત હાર્દિક પંડ્યાના ટેસ્ટ કરિયરની કરીએ તો તેણે સફેદ બોલ ક્રિકેટમાં સારૂ પ્રદર્શન કર્યું છે. ટેસ્ટ ક્રિકેટમાં હાર્દિક પંડ્યાએ 11 મેચની 18 ઈનિંગમાં 31.29ની એવરેજથી 532 રન ફટકાર્યા છે, આ દરમિયાન તેના બેટથી ચાર અડધી સદી અને એક સદી નિકળી છે. તો બોલિંગમાં તેણે 11 મેચમાં 17 વિકેટ પોતાના નામે કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More