Home> Sports
Advertisement
Prev
Next

બેડમિન્ટન પ્લેયર જ્વાલા ગુડ્ડાએ બર્થડે પર કરી બોયફ્રેન્ડ વિષ્ણુ સાથે સગાઈ


ફિલ્મ અભિનેતા વિષ્ણુ વિશાલ અને બેડમિન્ટન પ્લેયર જ્વાલા ગુટ્ટાએ સગાઈ કરી લીધી છે. જ્વાલાએ પોતાના જન્મદિવસના દિવસે પોતાના બોયફ્રેન્ડ વિશાલ સાથે સગાઈ કરી છે. 

બેડમિન્ટન પ્લેયર જ્વાલા ગુડ્ડાએ બર્થડે પર કરી બોયફ્રેન્ડ વિષ્ણુ સાથે સગાઈ

નવી દિલ્હીઃ ફિલ્મ અભિનેતા વિષ્ણુ વિશાલ અને બેડમિન્ટન પ્લેયર જ્વાલા ગુટ્ટાએ સગાઈ કરી લીધી છે. જ્વાલાએ પોતાના જન્મદિવસના દિવસે પોતાના બોયફ્રેન્ડ વિશાલ સાથે સગાઈ કરી છે. બંન્નેએ પોતાના સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરી છે. મહત્વનું છે કે જ્વાલા ગુટ્ટા આજે એટલે કે 7 સપ્ટેમ્બર 2020ના દિવસે પોતાનો 37મો જન્મદિવસ મનાવી રહી છે. 

fallbacks

બર્થડે પર સરપ્રાઇઝ આપવા પહોંચ્યો હતો વિશાલ
અભિનેતા વિષ્ણુ વિશાલ પોતાની ગર્લફ્રેન્ડ જ્વાલાને બર્થડે પર સરપ્રાઇઝ આપવા હૈદરાબાદ પહોંચ્યો હતો. આ ક્ષણને ખાસ બનાવતા તેણે સગાઈની રીંગ પહેરાવી દીધી. પછી સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને ફેન્સને ખુશખબર આપી છે. 

શેર કરી એન્ગેજમેન્ટ રિંગ
સોશિયલ મીડિયા પર જ્વાલા ગુટ્ટાએ પણ એન્ગેજમેન્ટ રિંગ શેર કરી છે. વિષ્ણુએ જણાવ્યું કે, રાતમાં તેણે રિંગ મંગાવી અને ગર્લફ્રેન્ડ જ્વાલાને પહેરાવવાનો નિર્ણય કર્યો હતો. 

જ્વાલાએ બર્થડે પર આપી ખુશખબર
અર્જુન એવોર્ડથી સન્માનિત બેડમિન્ટન પ્લેયર જ્વાલા ગુડ્ડાએ પોતાના 37મા જન્મદિવસ પર ફેન્સ અને તેના ચાહકો સાથે આ ખુશખબર શેર કરી છે. 

સોશિયલ મીડિયા પર શેર કરી તસવીરો
 

જ્વાલા-વિષ્ણુ ઘણા સમયથી કરતા હતા ડેટ
જ્વાલા અને વિષ્ણુ છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. બંન્નેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. 

તમિલ સિનેમામાં એક્ટર છે વિષ્ણુ
વિષ્ણુ વિશાલ તમિલ સિનામાનો જાણીતો કલાકાર છે. તેણે વેનિલા કબડી કુઝૂ, નીરપરાવાઈ અને રત્સાસન જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તે પ્રોડ્યૂસર પણ છે. તેના પિતા તમિલનાડુ પોલીસમાં ઉચ્ચ રેન્કના અધિકારી રહ્યાં છે. તે કેટલાક સમય માટે ક્રિકેટ પણ રમી ચુક્યો છે. 

વાંચો આઈપીએલના તમામ સમાચાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More