મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયન ઓપન પુરૂષ ડબલ્સની ઈવેન્ટમાં ભારતીય પડકાર પ્રથમ દિવસે જ સમાપ્ત થઈ ગયો છે. ભારતીય ખેલાડીઓની ત્રણેય જોડીઓનો પ્રથમ રાઉન્ડમાં જ પરાજય થયો હતો. ભારતના 15મી વરીયતા પ્રાપ્ત રોહન બોપન્ના અને દિવિજ શરણની જોડીને સ્પેનના પાબ્લો કારેનો બસ્તા અને ગુલિરેમો ગાર્સિયા લોપેજની જોડીએ 6-1, 4-6, 7-5થી પરાજય આપ્યો હતો. ટાટા ઓપન મહારાષ્ટ્ર જીત્યા બાદ આ ભારતીય જોડીનો પ્રથમ રાઉન્ડમાં આ સતત બીજો પરાજય છે. ગત સપ્તાહે તે સિડની ઈન્ટરનેશનલમાં પણ હારી ગયા હતા.
24મી વખત ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમી રહેલા લિએન્ડર પેસ અને મિગુલ એંજેલ રેયેસ વારેલાને અમેરિકાના આસ્ટિન ક્રાઇજેક અને ન્યૂઝીલેન્ડના અર્ટેમ સિટાકે 7-5, 7-6થી પરાજય આપ્યો હતો. જીવન નેંદુચેઝિયાન અને નિકોલસ મુનરોની જોડીને કેવિન કે અને નિકોલા મેકટિચે 4-6, 7-6, 7-5થી પરાજય આપ્યો હતો. પ્રજનેશ ગુણેશ્વરન પણ ક્વોલિફાયરના મુખ્ય ડ્રોમાં આવ્યા બાદ પ્રથમ રાઉન્ડમાં હારી ગયો હતો. તો રામકુમાર રામનાથન, અંતિકા રૈના અને કરમન કૌર થાંડી મુખ્ય ડ્રો માટે ક્વોલિફાય કરવામાં અસફળ રહ્યાં હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે