Home> Sports
Advertisement
Prev
Next

ભુવીને જેમ બોલિંગ અને ક્લાસેન જેવી બેટિંગ, ભારતને મળી ગયો હાર્દિક જેવો ઓલરાઉન્ડર

IPL 2024: પંજાબ વિરુદ્ધ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના આ ઓલરાઉન્ડરે બોલ અને બેટથી કમાલ કર્યો હતો. આ ખેલાડીએ પહેલા 37 બોલમાં 64 રન બનાવ્યા હતા અને ત્યારબાદ શાનદાર બોલિંગ કરતા એક વિકેટ ઝડપી હતી.
 

ભુવીને જેમ બોલિંગ અને ક્લાસેન જેવી બેટિંગ, ભારતને મળી ગયો હાર્દિક જેવો ઓલરાઉન્ડર

નવી દિલ્હીઃ Who is Nitish Kumar Reddy: આઈપીએલ 2024ના 23માં મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને તેના ઘરમાં હરાવી દીધુ હતું. હૈદરાબાદની આ જીતનો હીરો ટ્રેવિસ હેડ, હેનરિક ક્લાસેન, અભિષેક શર્મા કે એડન માર્કરમ નહીં પરંતુ નિતીશ કુમાર રેડ્ડી રહ્યો. 20 વર્ષના આ ખેલાડીએ બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું અને પોતાની ટીમને 2 રનથી જીત અપાવી છે. આ સીઝનમાં હૈદરાબાદે ત્રીજી જીત મેળવી છે.

fallbacks

20 વર્ષીય નિતીશ કુમાર રેડ્ડી અને ભુવી જેવી બોલિંગ કરે છે તો ક્લાસેન જેવી વિસ્ફોટક બેટિંગ કરે છે. પંજાબ વિરુદ્ધ મેચમાં રેડ્ડીએ માત્ર 37 બોલમાં 64 રન ફટકાર્યા હતા. તેણે આ ઈનિંગ ત્યારે રમી જ્યારે તેની ટીમ 10મી ઓવરમાં 64 રનમાં ચાર વિકેટ ગુમાવી ચુકી હતી. રેડ્ડીએ પોતાની ઈનિંગમાં 4 ફોર અને 5 સિક્સ ફટકારી હતી. ત્યારબાદ તેણે મહત્વના સમયે જિતેશ શર્માની વિકેટ લીધી હતી. 

આ પણ વાંચોઃ 6 બોલ...29 રનની જરૂર, આશુતોષ-શશાંકની પાવર હિટિંગ, થ્રિલરથી ભરેલી રહી લાસ્ટ ઓવર

જાણો કોણ છે નિતીશ કુમાર રેડ્ડી
આંધ્ર માટે ઘરેલું ક્રિકેટ રમનાર નિતીશ કુમાર રેડ્ડી શાનદાર પ્રતિભા ધરાવે છે. રેડ્ડીનો જન્મ વિશાખાપટ્ટનમાં થયો હતો. 2018-2019 વીનૂ માંકડ અન્ડર-19 ટૂર્નામેન્ટમાં આંધ્ર પ્રદેશ માટે 3 નંબર પર બેટિંગ કરતા રડ્ડીએ ધમાકેદાર પ્રદર્શન કર્યું અને ખુબ ચર્ચામાં રહ્યો હતો. હાર્દિક પંડ્યા અને બેન સ્ટોક્સને પોતાના આદર્શ માનનાર રેડ્ડીએ રણજી ટ્રોફી 2023-2024માં આંધ્ર પ્રદેશ તરફથી રમતા 7 મેચમાં 366 રન બનાવ્યા હતા, જેમાં એક સદી સામેલ હતી. 

માત્ર 20 લાખમાં વેચાયો હતો
20 વર્ષીય નિતીશ કુમાર રેડ્ડીને આઈપીએલ 2024ની હરાજીમાં સનરાઇઝર્સ હૈદરાબાદે તેની બેઝ પ્રાઇઝ 20 લાખમાં ખરીદ્યો હતો. રેડ્ડીએ આ સીઝનમાં દમદાર પ્રદર્શન કરતો રહ્યો તો તે જલ્દી ટીમ ઈન્ડિયામાં આવી શકે છે. હકીકતમાં ભારતીય ટીમને રેડ્ડી જેવા ઓલરાઉન્ડરની જરૂર છે, જે હાર્દિક પંડ્યાનો વિકલ્પ બની શકે. અત્યાર સુધી રેડ્ડી શાનદાર જોવા મળ્યો છે. તે સરળતાથી મોટા-મોટા શોટ્સ રમી શકે છે અને સારી ગતિથી બોલિંગ કરે છે. રેડ્ડીની ખાસિયત છે કે તે ફાસ્ટ બોલરની સાથે-સાથે સ્પિનર સામે પણ આક્રમક બેટિંગ કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More