નવી દિલ્હીઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આગામી વર્ષે 4 ઓગસ્ટથી 5 મેચોની ટેસ્ટ સિરીઝ રમાશે. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ આ પ્રવાસની બુધવારે પુષ્ટિ કરી છે.
ઈસીબીના સીઈઓ ટોમ હેરિસન તરફથી જાહેર નિવેદન અનુસાર, ભારતીય ટીમ પાંચ ટેસ્ટ મેચોની સિરીઝ આગામી વર્ષે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશું. ઈસીબીએ પુષ્ટિ કરતા જણાવ્યું કે, ટ્રેન્ટ બ્રિજ સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચની યજમાની કરશે, જ્યારે લોર્ડસમાં 12 ઓગસ્ટથી બીજી ટેસ્ટ રમાશે.
સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ 25 ઓગસ્ટથી હેડિંગ્લેમાં જ્યારે ચોથી ટેસ્ટ 2 સપ્ટેમ્બરથી ઓવલમાં રમાશે. પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં 10 સપ્ટેમ્બરથી શરૂ થશે. ભારતની યજમાની કરતા પહેલા ઈંગ્લેન્ડ ટીમ શ્રીલંકા અને પાકિસ્તાન વિરુદ્ધ નિર્ધારિત ઓવરોની સિરીઝ રમશે.
ઈસીબીના સીઈઓ ટોમ હેરિસને એક નિવેદનમાં કહ્યું, અમને વધુ એક મોટી આંતરરાષ્ટ્રીય સિરીઝ મળી છે અને આગામી વર્ષે અમે ભારત વિરુદ્ધ પાંચ ટેસ્ટ મેચોની સિરીઝની યજમાની કરીશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે