Home> Sports
Advertisement
Prev
Next

World Cup: હારથી દુખી ખેલાડીઓએ લખ્યો ઇમોશનલ મેસેજ, કેપ્ટન વિરાટ કોહલીની ફેન્સને અપીલ

આઈસીસી વિશ્વ કપની સેમિફાઇનલમાં બુધવારે ન્યૂઝીલેન્ડ સામે હાર મળી હતી. આ હારથી ફેન્સ અને ટીમ ઈન્ડિયાના ખેલાડી ગમમાં ડૂબેલા છે. ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર ઇમોશનલ મેસેજ લખીને ફેન્સના તૂટેલા દિલ પર મલમ લગાવવાનો પ્રયત્ન કર્યો છે. 
 

World Cup: હારથી દુખી ખેલાડીઓએ લખ્યો ઇમોશનલ મેસેજ, કેપ્ટન વિરાટ કોહલીની ફેન્સને અપીલ

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનું વિશ્વ ચેમ્પિયન બનવાનું સપનું તૂટી ગયું છે. આઈસીસી વિશ્વ કપની સેમિફાઇનલમાં બુધવારે ન્યૂઝીલેન્ડ સામે હાર મળી હતી. આ હારથી ફેન્સ અને ટીમ ઈન્ડિયાના ખેલાડી ગમમાં ડૂબેલા છે. ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર ઇમોશનલ મેસેજ લખીને ફેન્સના તૂટેલા દિલ પર મલમ લગાવવાનો પ્રયત્ન કર્યો છે. કેપ્ટન વિરાટ કોહલી હોય કે રવીન્દ્ર જાડેજા. તમામે ફેન્સનો આભાર વ્યક્ત કર્યો છે અને પોતાની ભાવનાઓ વ્યક્ત કરી છે. 

fallbacks

મેચ બાદ કેપ્ટન કોહલીએ ફેન્સને ઇમોશનલ ટ્વીટ કરતા આભાર માન્યો. તેણે લખ્યું, 'સૌથી પહેલા હું અમારા તમામ પ્રશંસકોને ધન્યવાદ આપવા ઈચ્છું છું, જે ટીમનું સમર્થન કરવા માટે મોટી સંખ્યામાં આવ્યા. તમે અમારા બધા માટે એક યાદગાર ટૂર્નામેન્ટ બનાવી દીધી અને અમે ચોક્કસપણે તમારા પ્રેમનો અનુભવ કર્યો. અમે બધા નિરાશ છીએ અને તમારા જેવી ભાવનાઓને શેર કરી રહ્યાં છીએ. અમારી પાસે જે હતું તે અમે આપ્યું.. જય હિંદ.'

77 રન બનાવનાર જાડેજાએ ટ્વીટમાં લખ્યું- રમતને મને ક્યારેય હાર ન માનવી અને પડીને ઊભા થતાં શીખવાડ્યું છે. હું પ્રશંસકો, જે મારા પ્રેરણા સ્ત્રોત છે,ને ધન્યવાદ ન આપી શક્યો. તમારા સહયોગ માટે આભાર. પ્રેરણા આપતા રહો અને હું મારા અંતિમ શ્વાસ સુધી મારૂ સર્વશ્રેષ્ઠ આપીશ. લવ યૂ ઓલ. જડ્ડૂના આ ટ્વીટમાં ટીમ ઈન્ડિયાની હારની નિરાશા જોવા મળી રહી છે. તે નિરાશ છે કે પોતાની ઈનિંગથી વિજય ન અપાવી શક્યો. 

ટૂર્નામેન્ટમાં વચ્ચે ઈજાગ્રસ્ત થયા બાદ સ્વદેશ પરત ફરનાર શિખર ધવને પણ ટ્વીટ કર્યું. તેણે લખ્યું- અમે શાનદાર ફાઇટ આપી. તમારી સ્પિરિટને સલામ. ફાઇનલમાં પહોંચવા માટે ન્યૂઝીલેન્ડને શુભેચ્છા. 

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે લખ્યું- ટીમના સાથી, કોચ, સપોર્ટ સ્ટાફ, પરિવાર અને અમારા માટે સૌથી મહત્વના તમે બધા પ્રશંસકોને દિલથી ધન્યવાદ. અમારી પાસે જે પણ હતું અમે ન્યોછાવર કરી દીધું. 

સ્પિનર યુજવેન્દ્ર ચહલે લખ્યું- અમારો માત્ર એક ગોલ હતો વિશ્વ ચેમ્પિયન બનવાનો, પરંતુ નિષ્ફળ રહ્યાં. ભાવનાઓને શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય. પરંતુ હંમેશા આપણી ટીમ સાથે ઊભા રહેનારા તમામનો આભાર. જય હિંદ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More