Home> Sports
Advertisement
Prev
Next

100 કરોડથી વધુ કિંમતના પ્રાઇવેટ જેટના માલિક છે આ ક્રિકેટર

ક્રિકેટ રમનાર ખેલાડીઓ પાસે ક્યારેક ક્યારેક પૈસાની કમી હોતી નથી. અઢળક સંપત્તિવાળા ખેલાડીઓની પાસે આલીશાન ઘર અને શાનદાર ગાડીઓ હોય છે જેની સામાન્ય લોકો પોતાની જીંદગીમાં કલ્પના પણ ન કરી શકે.

100 કરોડથી વધુ કિંમતના પ્રાઇવેટ જેટના માલિક છે આ ક્રિકેટર

નવી દિલ્હી: ક્રિકેટ રમનાર ખેલાડીઓ પાસે ક્યારેક ક્યારેક પૈસાની કમી હોતી નથી. અઢળક સંપત્તિવાળા ખેલાડીઓની પાસે આલીશાન ઘર અને શાનદાર ગાડીઓ હોય છે જેની સામાન્ય લોકો પોતાની જીંદગીમાં કલ્પના પણ ન કરી શકે. ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ તો એવા પણ છે કે જેમની પાસે પોતાના માલિકીના જેટ પણ છે. આ રિપોર્ટમાં અમે તમને તે ખેલાડીઓ વિશે જણાવવા  જઇ રહ્યા છીએ. 

fallbacks

વિરાટ કોહલી 
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પાસે પોતાનું એક પ્રાઇવેટ જેટ છે. પત્ની અનુષ્કાની સાથે તેમના જેટની સાથે એક ફોટો વાયરલ થયો હતો. આ ફોટો તે સમયનો છે જ્યારે ટીમ ઇન્ડીયાએ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેંડનો પ્રવાસ કર્યો હતો. અનુમાન છે કે વિરાટ કોહલી અને અનુષ્કા દ્વારા ઉપયોગ કરવામાં આવનાર જેટની કિંમત લગભગ 125 કરોડ રૂપિયા છે. આ કપલે Cessna 680 Citation સોવરેન જેટમાં મુસાફરી કરી હતી. 
fallbacks
Taarak Mehta કી સોનૂનો જોયો નહી આવો બિકિની અવતાર, Video માં અતરંગી અદાઓ ફેન્સને કરી રહી છે ઘાયલ

મહેન્દ્ર સિંહ ધોની
ભારતના પૂર્વ કેપ્ટન અને ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ના ફ્ક્ત ભારતમાં પરંતુ દુનિયામાં સૌથી અમીર ક્રિકેટરોની યાદીમાંથી એક છે. રિપોર્ટ્સ અનુસાર ધોનીની પાસે એક પ્રાઇવેટ જેટ છે જેની કિંમત 260 કરોડ રૂપિયા છે. તેમના ઘણા ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઇ ચૂકી છે. 
fallbacks

સચિન તેંડુલકર 
અમારી સહયોગી વેબસાઇટ DNA ના અનુસાર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પણ એક પ્રાઇવેટ જેટના માલિક છે, જેની કિંમત લગભગ 260 કરોડ રૂપિયા છે. પરંતુ આ રિપોર્ટ વેરિફાઇ નથી. જોકે તેંડુલકરના એક પ્રાઇવેટ જેટના માલિક હોવાની વાત 2016 માં શરૂ થઇ હતી જ્યારે અભિનેતા વરૂણ ધવને ઇંસ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો જેમાં તે એક ખાનગી જેટમાં તેંડુલકરની સાથે મુસાફરી કરી રહ્યા હતા. 

7th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી! 11 ટકા વધ્યું DA, મળશે 2 મહિનાનું એરિયર

કપિલ દેવ
રિપોર્ટ્સ અનુસાર 1983 વર્લ્ડ કપ વિજેતા ભારતીય કેપ્ટન કપિલ દેવની પાસે પણ એક પ્રાઇવેટ જેટ છે. જોકે કપિલ દેવના પ્રાઇવેટ જેટની કિંમત જાણવા મળી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More