દુબઈઃ આઈપીએલ પર કોરોના વાયરસનું સંકટ છવાયેલું છે. સીએસકેના સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા બાદ હવે દિલ્હી કેપિટલ્સના આસિસ્ટન્ટ ફિઝિયો કોરોનાથી સંક્રમિત થયા છે. દિલ્હી કેપિટલ્સે એક મીડિયા રિલીઝ જારી કરીને તેની જાણકારી આપી છે. દિલ્હી આઈપીએલની ત્રીજી ટીમ છે જે કોરોનાનો શિકાર બની છે.
દિલ્હી કેપિટલ્સે જણાવ્યું કે, ફિઝિયોને ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે અને તે કોઈના સંપર્કમાં નથી. તેમણે આ સપ્તાહે યૂએઈનો પ્રવાસ કર્યો હતો અને તેમના પહેલા બે રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. પરંતુ ત્રીજો ટેસ્ટ જે આરટી સીપીઆર થાય છે તે પોઝિટિવ આવ્યો છે.
દિલ્હી કેપિટલ્સ દ્વારા જારી રિલીઝમાં કહેવામાં આવ્યું, 'તેમને તત્કાલ આઇસોલેટ કરી દેવામાં આવ્યા છે અને આ સમયે તે દુબઈની આઇસોલેશન ફેસેલિટીમાં છે. ત્યાં 14 દિવસ રહેશે. ત્યારબાદ તેમના બે કોરોના ટેસ્ટ થશે અને બંન્ને નેગેટિવ આવ્યા બાદ બીજીવાર ટીમ સાથે જોડાશે. ફ્રેન્ચાઇઝીની મેડિકલ ટીમ સતત તેમની પર નજર રાખી રહી છે અને તેમના જલદી સાજા થવાની પ્રાર્થના કરે છે.'
IPL 2020 Schedule: જુઓ ગુજરાતીમાં આઈપીએલનો સંપૂર્ણ કાર્યક્રમ
તમને જણાવી દઈએ કે આ પહેલાં ચેન્નઈ સુપર કિંગ્સના 2 ખેલાડી સહીત કુલ 13 લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. તો યૂએઈ રવાના થતા પહેલા રાજસ્થાન રોયલ્સના ફીલ્ડિંગ કોચને કોરોના થયો હતો. આ સિવાય બીસીસીઆઈના એક મેડિકલ ઓફિસર પણ કોરોનાથી સંક્રમિત થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે