Home> Sports
Advertisement
Prev
Next

શ્રીલંકા સીરિઝ બાદ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી કરશે આ બોલર! બુમરાહ-મલિંગા જેવો છે ઘાતક

આઈપીએલ બાદ ટીમ ઈન્ડિયાને આયરલેન્ડ વિરુદ્ધ બે ટી20 મેચની સીરિઝ રમવાની છે. તેના માટે ટીમ ઈન્ડિયામાં એક ઘાતક બોલરની એન્ટ્રી થઈ શકે છે. આ ખેલાડીએ પોતાની રમતથી તમામને દીવાના બનાવી દીધા છે.

શ્રીલંકા સીરિઝ બાદ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી કરશે આ બોલર! બુમરાહ-મલિંગા જેવો છે ઘાતક

નવી દિલ્હી: કોઈ પણ ટીમ માટે તેમના બોલર કરોડરજ્જૂ સમાન હોય છે. તેમના પ્રદર્શનના દમે કોઈ પણ ટીમ પોતાનો સ્કોર બચાવવા માટે મેદાનમાં ઉતરે છે. ભારતમાં છેલ્લા 5 વર્ષોમાં ફાસ્ટ બોલરોની કોઈ કમી નથી, જેમણે સમગ્ર દુનિયામાં પોતાનો ડંકો વગાડ્યો છે. આ વર્ષની શરૂઆતથી જ ટીમ ઈન્ડિયા સતત ક્રિકેટ રમતી આવી છે. શ્રીલંકા સીરિઝ બાદ ટીમ ઈન્ડિયાને આયરલેન્ડ વિરુદ્ધ સીરિઝ રમવાની છે, જેના માટે ઘણા દિગ્ગજ ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. જ્યારે, ટીમ ઈન્ડિયામાં એક ખૂંખાર બોલરની એન્ટ્રી થઈ શકે છે. આ ખેલાડીએ પોતાની રમતથી તમામ લોકોના જીત જીત્યા છે.

fallbacks

ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી મેળવી શકે છે આ ખેલાડી
આઈપીએલ બાદ ટીમ ઈન્ડિયાને આયરલેન્ડ વિરુદ્ધ બે ટી20 મેચની સીરિઝ રમવાની છે. તેના માટે ટીમ ઈન્ડિયામાં એક ઘાતક બોલરની એન્ટ્રી થઈ શકે છે. આ ખેલાડીએ પોતાની રમતથી તમામને દીવાના બનાવી દીધા છે. જી હા.. અમે વાત કરી રહ્યા છીએ. આઈપીએલના સ્ટાર બોલર ચેતન સાકરિયાની... ચેતન ખુબ જ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. તેમના બોલને રમવો કોઈ બેટર માટે આસાન રહેતો નથી. જ્યારે તેઓ પોતાની લયમાં હોય ત્યારે કોઈ પણ બેટિંગ ક્રમને ધ્વસ્ત કરી શકે છે. તેમણે આઈપીએલમાં ખુબ જ શાનદાર બોલિંગનું ઉદાહરણ આપ્યું છે.

fallbacks

આઈપીએલમાં જીત્યું તમામ લોકોનું દિલ
ચેતન સાકરિયા આઈપીએલમાં પોતાના ખતરનાક પ્રદર્શનના કારણે જાણીતો થયો છે. પછી ભલે રાજસ્થાનની ટીમે તેમણે રિટેન ના કર્યો હોય. ચેતને આઈપીએલ 2021માં ડેબ્યૂ કર્યું હતું અને રાજસ્થાન તરફથી 14 મેચમાં 14 વિકેટ મેળવી હતી. તેમની ધારદાર બોલિંગનો તોડ કોઈ બેટર પાસે નથી. હવે ઘરેલૂ ટૂર્નામેન્ટમાં ચેતન શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ચેતન ઈન્ડિયન કંડીસનમાં ખુબ જ શાનદાર બોલિંગ કરીને વિરોધી ટીમને હંફાવી શકવાની ક્ષમતા ધરાવે છે.

ઘરેલૂ ક્રિકેટમાં કર્યું શાનદાર પ્રદર્શન
ચેતન સાકરિયા વિજય હજારે વનડે ટૂર્નામેન્ટમાં શાનદાર રમતનું ઉદાહરણ આપ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં ચેતને 7 મેચમાં 13 વિકેટ ખેરવી હતી. તે સૌરાષ્ટ્રની ટીમ તરફથી રમે છે અને તે ટીમમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. ચેતન સાકરિયા ધીમા બોલ પર વિકેટ લેવાની દરેક પ્રકારની કળામાં માહેર છે. વિજય હજારે ટૂર્નામેન્ટની સેમીફાઈનલમાં સૌરાષ્ટ્ર તરફથી રમતા તમિલનાડૂ વિરુદ્ધ 5 વિકેટ ઝડપી. ચેતનને 10 ઓવરમાં 62 રન આપીને 5 વિકેટ ખેરવી છે. પરંતુ સાકરિયા પોતાની ટીમને સેમીફાઈનલમાં જીત અપાવી શક્યો નહોતો.

ટ્રેનિંગ માટે નહોતા ચંપલ
ચેતન સાકરિયાનું કરિયર ખુબ જ સંઘર્ષમય રહ્યું છે. શરૂઆતના દિવસોમાં ચેતન સાકરિયા પર તેમના પરિવારની સંપૂર્ણ જવાબદારી આવી ગઈ હતી. ત્યારથી ચેતને ક્રિકેટ રમવાનું છોડ્યું નહોતું. ચેતનની પાસે ટ્રેનિંગ માટે ચંપલ સુદ્ધા નહોતા. ચેતન સાકરિયા પરિવારનું ગુજરાન ચલાવવા માટે નાની મોટી નોકરી કરતો હતો, પરંતુ ક્રિકેટના કારણે કોઈ મોટી નોકરી કરી શકતો નહોતો.

ધોનીની વિકેટ રહી યાદગાર
તમને જણાવી દઈએ કે ચેતન સાકરિયાએ આઈપીએલ 2021માં 14 વિકેટ લીધી. તે દરમિયાન ચેતને મહેન્દ્રસિંહ ધોની, સુરેશ રૈના, કેએલ રાહુલ, નીતીશ રાણા જેવા ધુરંધરોને આઉટ કરીને કમાલ કરી દીધો હતો. ચેતન સાકરિયા માટે મહેન્દ્રસિંહ ધોનીને આઉટ કરવો સૌથી યાદગાર ક્ષણ રહી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More