Home> Sports
Advertisement
Prev
Next

વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાના અભિયાનનો પ્રારંભ કરશે ભારતીય મહિલા ટીમ

ભારતીય મહિલા ટીમે કોઈ આઈસીસી ટ્રોફી જીતી નથી. શુક્રવારથી શરૂ થઈ રહેલા ટી20 વિશ્વકપમાં ટીમનો પ્રથમ મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે છે અને ટીમ આ ટૂર્નામેન્ટમાં ઈતિહાસ બદલવા ઈચ્છશે. 

વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાના અભિયાનનો પ્રારંભ કરશે ભારતીય મહિલા ટીમ

સિડનીઃ પ્રથમ આઈસીસી ટ્રોફી જીતવાના સપના સાથે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટી20 વિશ્વકપની શરૂઆતી મેચમાં શુક્રવારે ઓસ્ટ્રેલિયાના પડકારનો સામનો કરશે. લાંબા સમયથી સતત સારૂ પ્રદર્શન ન કરી શકવું ભારતની નબળાઈ રહી છે. ઓસ્ટ્રેલિયામાં ત્રિકોણીય સિરીઝમાં ટીમ ફાઇનલ સુધી પહોંચી હતી. ભારતે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એક મેચ ગુમાવી અને એક જીતી અને ફાઇનલમાં યજમાન સામે હારી ગઈ હતી. 

fallbacks

ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી છ વખત રમાયેલા ટી20 વિશ્વકપમાં ચાર વખત જીત મેળવી છે. ભારતીય મધ્યમક્રમ અને નિચલા ક્રમે સારૂ પ્રદર્શન કરવું પડશે જેથી નોકઆઉટમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડને હરાવી શકાય. ટીમ મેનેજમેન્ટે તે નક્કી કરવું પડશે કે મધ્યમક્રમ વારંવાર ફેલ સાબિત ન થાય. સોળ વર્ષની શેફાલી વર્મા પાસે ભારતે સારી શરૂઆતની આશા હશે. તો સતત સારૂ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહેલી કેપ્ટન હરમનપ્રીત કૌર પાસે પણ દમદાર પ્રદર્શનની આશા હશે. 

ત્રિકોણીય સિરીઝની ફાઇનલમાં પર્દાપણ કરનારી 16 વર્ષની રૂચા ઘોષને સતત તક મળે છે કે નહીં તે જોવાનું રહેશે. બોલિંગ વિભાગમાં ભારતીય ટીમ સ્પિનરો પર વધુ નિર્ભર છે અને તેની પાસે ખુબ સારા ફાસ્ટ બોલર પણ નથી. સામાન્ય રીતે અંતિમ ઇલેવનમાં એકમાત્ર ફાસ્ટ બોલર રહેલી શિખા પાંડે પર શરૂઆતી સફળતા અપાવવાની જવાબદારી હશે. પાંડેએ કહ્યું, નવો બોલ સંભાળવાને કારણે ચોક્કસપણે હું શરૂઆતી સફળતા વિશે વિચારી રહી છું. અમે પ્રથમ છ ઓવરમાં વિકેટ ઝડપવા ઈચ્છી શું કારણ કે બેટ્સમેન તે દરમિયાન દબાવ બનાવવાનો પ્રયત્ન કરે છે. 

Women T-20 World Cup: 21 ફેબ્રુઆરીથી મહિલા ટી20 વિશ્વકપનો પ્રારંભ, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ   

ભારતીય ટીમ પાસે પાછલી વખતની જેમ સેમિફાઇનલમાં પહોંચવાની આશા છે પરંતુ તેનાથી આગળ કંઇ થાય તો ભારતમાં મહિલા ક્રિકેટના નવા યુગની શરૂઆત થશે. કોચ ડબ્લ્યૂ વી રમને ઈએસપીએન ક્રિકઇન્ફોને કહ્યું, '2018 ટી20 વિશ્વકપથી અત્યાર સુધી સ્થિતિમાં ફેરફાર થયો છે. અમારા પ્રદર્શન અને બેટિંગના વલણમાં પરિવર્તન આવ્યું છે.'

ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે છે જેણે હાલમાં ત્રિકોણીય સિરીઝ જીતી છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પૂર્વે તેને મોટો ઝટકો લાગ્યો જ્યારે તેની મુખ્ય ફાસ્ટ બોલર તાયલા વ્લાએમિંક પગની ઈજાને કારણે બહાર થઈ ગઈ છે. ઓફ સ્પિનર મોલી સ્ટ્રાનોને તેના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવી છે. 

ટીમો- ભારતઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), તાનિયા ભાટિયા, હરલીન દેઓલ, રાજેશ્વરી ગાયકવાડ, રિચા ઘોષ, વેદા કૃષ્ણામૂર્તિ, સ્મૃતિ મંધાના, શિખા પાંડે, અરૂંધતિ રેડ્ડી, જેમિમા રોડ્રિગ્જ, દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, શેફાલી વર્મા, પૂન યાદવ, રાધા યાદવ. 

ઓસ્ટ્રેલિયાઃ મેગ લાનિંગ (કેપ્ટન), એરિન બર્ન્સ, નિકોલા કારે, એશલે ગાર્ડનર, રશેલ હેન્સ, એલિસા હીલી, જેસ જોનાસન, ડેલિસા કિમિન્સે, સોફી એમ, બેથ મૂની, એલિસે પેરી, મેગાન શટ, અન્નાબેલ સદરલેન્ડ, મોલી સ્ટ્રાનો, જાર્જિયા વેયરહેમ. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More