Home> Sports
Advertisement
Prev
Next

દીપા કર્મકારે જિમ્નૈસ્ટિક વિશ્વકપના ફાઇનલ રાઉન્ડ માટે ક્વોલિફાઈ કર્યું

ભારતની દીપા કર્મકારે ગુરૂવારે અહીં કલાત્મક જિમનાસ્ટિક વિશ્વકપના ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ત્રીજા સ્થાન પર રહીને વોલ્ટ સ્પર્ધાના ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. 

દીપા કર્મકારે જિમ્નૈસ્ટિક વિશ્વકપના ફાઇનલ રાઉન્ડ માટે ક્વોલિફાઈ કર્યું

બાકૂ (અઝરબેજાન): ભારતની દીપા કર્મકારે ગુરૂવારે અહીં કલાત્મક જિમ્નાસ્ટિક વિશ્વકપના ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ત્રીજા સ્થાન પર રહેલી વોલ્ટ સ્પર્ધાના ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. 25 વર્ષીય દીપાએ સ્પર્ધામાં પ્રથમવાર સૌથી મુશ્કિલ 'હૈન્ડફ્રન્ટ 540 વોલ્ટ'માં હાથ અજમાવ્યો હતો. તેમાં તેણે બે ક્વોલિફાઇંગ રાઉન્ડમાં વોલ્ટમાં 14.466 અને 14.133 પોઈન્ટ મેળવીને એવરેજ 14.299 પોઈન્ટ હાસિલ કર્યા હતા. 

fallbacks

અમેરિકાની જેડ કૈરેએ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં 10.70ની એવરેજથી પ્રથમ સ્થાન, જ્યારે મેક્સિકોની એલેક્સા મોરેનોએ 14.533 પોઈન્ટની સાથે બીજુ સ્થાન હાસિલ કર્યું છે. ક્વોલિફિકેશન બેમાં ટોપ આઠમાં રહેનારી જિમ્નૈસ્ટ ફાઇનલમાં રમે છે. વોલ્ટ ફાઇનલ શનિવારે રમાશે. રિયો ઓલમ્પિક 2016માં ચોથા સ્થાન પર રહેનારી દીપા શુક્રવારે બૈલેંસ્ડ બીમ સ્પર્ધામાં પણ ભાગ લેશે. 

ભારતીય જિમ્નૈસ્ટિક્સ મહાસંઘના ઉપાધ્યક્ષ રિયાઝ ભાટીએ કહ્યું, દીપાનું પ્રદર્શન સારૂ રહ્યું. આપણે આશા રાખવી જોઈએ કે તે શનિવારે ફાઇનલ બાદ પોડિયમ સ્થાન પર રહે અને ઓલમ્પિક ક્વોલિફિકેશન તરફ એક પગલું આગળ વધારે. 

દીપાએ ગત વર્ષે નવેમ્બરમાં જર્મનીના કોટબસમાં કલાત્મક જિમ્નૈસ્ટિક વિશ્વકપની વોલ્ટ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ઘુંટણની ઈજામાંથી બહાર આવ્યા બાદ આ તેની પ્રથમ ટૂર્નામેન્ટ હતી. 

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More