Home> Sports
Advertisement
Prev
Next

IND vs WI: વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે ટીમ જાહેર, આ ખેલાડીનું પત્તું કપાયું, BCCI એ યુવા ખેલાડીઓને આપી તક


ભારતીય ક્રિકેટ બોર્ડે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. ટેસ્ટ ટીમમાંથી ચેતેશ્વર પુજારાને બહાર કરી દેવામાં આવ્યો છે. તો રહાણેને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. 

IND vs WI: વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે ટીમ જાહેર, આ ખેલાડીનું પત્તું કપાયું, BCCI એ યુવા ખેલાડીઓને આપી તક

મુંબઈઃ ભારતીય ક્રિકેટ બોર્ડે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. ભારતીય ટીમ જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જવાની છે. જ્યાં ટીમ ઈન્ડિયા બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ મેચની ટી20 સિરીઝ રમવાની છે. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં કેટલાક નવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. તો કેટલાક ખેલાડીને પડતા મુકવામાં આવ્યા છે. 

fallbacks

ચેતેશ્વર પુજારા બહાર
ટેસ્ટ ક્રિકેટમાં છેલ્લાં કેટલાક સમયથી ચેતેશ્વર પુજારાનું સતત ખરાબ ફોર્મ જોવા મળી રહ્યું હતું. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં પણ પુજારા બંને ઈનિંગમાં ફ્લોપ રહ્યો હતો. ત્યારથી ટીમમાં તેના સ્થાનને લઈને સવાલ ઉઠી રહ્યાં હતા. ભારત માટે 100થી વધુ ટેસ્ટ મેચ રમી ચુકેલ ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ બેટર પુજારા છેલ્લાં બે-ત્રણ વર્ષમાં માત્ર એક સદી ફટકારી શક્યો છે. તે છેલ્લી કેટલીક સિરીઝમાં સારૂ પ્રદર્શન કરી શક્યો નથી. હવે ભારતીય ક્રિકેટ બોર્ડ તેના સ્થાને યુવા ખેલાડીઓને તક આપવા માંગે છે. એટલે કે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર પુજારાને બહાર કરવામાં આવ્યો છે. 

વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે ટેસ્ટ ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જાયસવાલ, અજિંક્ય રહાણે, કેએસ ભરત, ઈશાન કિશન, આર અશ્વિન, જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ અને નવદીપ સૈની. 

સંજૂ સેમસનની વાપસી
તો વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે ત્રણ મેચની વનડે સિરીઝમાં વિકેટકીપર તરીકે સંજૂ સેમસનને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે બીજા વિકેટકીપર તરીકે ઈશાન કિશનની પસંદગી કરવામાં આવી છે. તો વનડે ટીમમાં જયદેવ ઉનડકટને પણ તક મળી છે. જ્યારે ઈજાને કારણે કેએલ રાહુલ, રિષભ પંત અને જસપ્રીત બુમરાહ બહાર છે. 

વનડે ટીમ
રોહિત શર્મા, શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, સંજૂ સેમસન, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર, જાડેજા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, મુકેશ કુમાર.

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસનું સંપૂર્ણ કાર્યક્રમ

જુલાઈ 12 થી 16, 1લી ટેસ્ટ, ડોમિનિકા

20 થી 24 જુલાઈ, બીજી ટેસ્ટ, ત્રિનિદાદ

27 જુલાઈ, 1લી ODI, બાર્બાડોસ

29 જુલાઈ, બીજી ODI, બાર્બાડોસ

1 ઓગસ્ટ, ત્રીજી ODI, ત્રિનિદાદ

3 ઓગસ્ટ, 1લી T20, ત્રિનિદાદ

6 ઓગસ્ટ, બીજી T20, ગયાના

8 ઓગસ્ટ, ત્રીજી T20, ગયાના

12 ઓગસ્ટ, ચોથી T20, ફ્લોરિડા

13 ઓગસ્ટ, પાંચમી T20, ફ્લોરિડા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More