Home> Sports
Advertisement
Prev
Next

INDvsNZ: ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, સંજૂ સેમસન બહાર

ભારતે ન્યૂઝીલેન્ડ સામે પાંચ મેચોની ટી20 સિરીઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. 

INDvsNZ: ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, સંજૂ સેમસન બહાર

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે ભારતીય ટી20 ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર પાંચ મેચોની ટી20 સિરીઝ રમશે. આ સિવાય ત્રણ મેચોની વનડે સિરીઝ અને 2 મેચોની ટેસ્ટ સિરીઝ પણ રમાશે. 

fallbacks

શ્રીલંકા સામે ટી20 સિરીઝમાં આરામ કર્યાં બાદ ભારતીય વાઇસ કેપ્ટન રોહિત શર્માની ટીમમાં વાપસી થઈ છે. તો સંજૂ સેમસનને બહાર કરી દેવામાં આવ્યો છે. દીપક ચહર, ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યા ઈજાને કારણે ટીમની બહાર છે. તો ભારતીય ટીમ ચાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, શામી, શાર્દુલ ઠાકુર અને નવદીપ સૈનીની સાથે ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે. 

ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે ટી20 ટીમઃ
વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, શિખર ધવન, શ્રેયસ અય્યર, રિષભ પંત, શિવમ દુબે, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, વોશિંગટન સુંદર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શામી, નવદીપ સૈની, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More