Home> Sports
Advertisement
Prev
Next

વર્લ્ડ કપ 2019: યુજવેન્દ્ર ચહલે પ્રથમ મેચમાં બનાવ્યો રેકોર્ડ, આમ કરનાર પ્રથમ ભારતીય

ભારતીય ટીમ વિશ્વકપમાં પોતાના અભિયાનની શરૂઆત કરી દીધી છે. તેણે પ્રથમ મેચમાં આફ્રિકાને 227/9ના સ્કોર પર રોકી દીધું હતું. 

વર્લ્ડ કપ 2019: યુજવેન્દ્ર ચહલે પ્રથમ મેચમાં બનાવ્યો રેકોર્ડ, આમ કરનાર પ્રથમ ભારતીય

નવી દિલ્હીઃ આઈસીસી ક્રિકેટ વિશ્વ કપમાં ભારતે પોતાના અભિયાનની શરૂઆત બુધવાર (5 જૂન)એ કરી છે. આફ્રિકાએ આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. ભારતીય બોલરોએ તેનો ફાયદો ઉઠાવતા આફ્રિકાને 50 ઓવરમાં 9 વિકેટે 227 રન પર રોકી દીધું હતું. આ મેચમાં સ્પિનર યુજવેન્દ્ર ચહલે સૌથી વધુ વિકેટ ઝડપી હતી. આ સાથે તેણે એક રેકોર્ડ પણ બનાવી લીધો છે. 

fallbacks

લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ પોતાનો પ્રથમ વિશ્વકપ રમી રહ્યો છે. તેણે આ મેચમાં 10 ઓવરના સ્પેલમાં 51 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. આ કોઈપણ ભારતીયનું વિશ્વકપ પર્દાપણ મેચમાં સૌથી શાનદાર પ્રદર્શન છે. આ રેકોર્ડ મોહમ્મદ શમીના નામે છે. શમીએ 2015ના વિશ્વકપમાં પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાન વિરુદ્ધ ચાર વિકેટ ઝડપી હતી. પરંતુ ત્યારે તેણે માત્ર 35 રન આપ્યા હતા. આ રીતે તેનું પ્રદર્શન ચહલ કરતા સારૂ હતું. 

fallbacks

યુજવેન્દ્ર ચહલે આ મેચમાં વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. તે એવો પ્રથમ ભારતીય બની ગયો છે, જેણે આફ્રિકા વિરુદ્ધ ચાર વિકેટ ઝડપી છે. તેણે આ મેચમાં ફાફ ડુ પ્લેસિસ, વાન ડર ડુસેનને બોલ્ડ કર્યો હતો. ડેવિડ મિલરને કોટ એન્ડ બોલ્ડ અને ફેહલુકવાયોને સ્ટમ્પિંગ કરાવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More