Home> Sports
Advertisement
Prev
Next

INDvsENG: જાણો , ઈંગ્લેન્ડ વિરૂદ્ધની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતની જીત કેમ નક્કી

નોટિંઘમના ટેંટબ્રિઝમાં ચાલી રહેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમે 292 રનની લીડ મેળવી છે. જ્યારે ઈંગ્લેન્ડની 8 વિકેટ પડવાની બાકી છે. અત્યાર સુધીમાં આ મેદાન પર બનેલા તમામ રેકોર્ડ ભારતની જીત નક્કી કરી રહ્યા છે

INDvsENG: જાણો , ઈંગ્લેન્ડ વિરૂદ્ધની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતની જીત કેમ નક્કી

નોટિંઘમ: ટેંટબ્રિઝમાં ચાલી રહેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચોની સીરીઝના ત્રીજી મેચમાં ભારતની સ્થિતિ મજબૂત થઇ ગઇ છે. મેચના બીજા દિવસે પહેલા સત્રમાં ઈંગ્લેન્ડે મેચમાં વાપસી કરી હતી, પરંતુ ભારતીય બોલરો સામે બીજા સત્રમાં ઈંગ્લેન્ડના તમામ બેસ્ટમેનો માત્ર 161 રન કરી શક્યા હતા. અને ભારતને 168 રનની લીડ મળી હતી . બીજા  દિવસના અંત સુધીમાં ભારતે 124 રન બનાવી 2 વિકેટ ગુમાવી છે, જેમાં ભારતને 292 રનની લીડ મળી છે.   

fallbacks

આ મેચમાં એક સમયે ઈંગ્લેન્ડની ટીમ વાપસી કરતી નજરે આવી રહી હતી, જ્યારે ભારતની પહેલી ઇનિંગ્સમાં 6 વિકેટના નુકસાને 307 રન બનાવ્યા બાદ 329 રનમાં ઓલ આઉટ કરી દીધી હતી. અને લંચ સુધીમાં એક વિકેટ ગુમાવીને 46 રન કરી લીધા હતા. પરંતુ લંચ બાદ ઇંગ્લેન્ડની વિકેટો પડવાની શરૂઆત થતા માત્ર 128 રન કરીને 9 વિકેટ પડી ગઇ હતી. જોસ બટલરની તોફાની 39 રનની બેટીંગની મદદથી ઈંગ્લેન્ડની ટીમે સ્કોર બોર્ડ પર 161 રન લગાવી શકી હતી, જેમાં હાર્દિક પંડ્યાની 6 ઓવરના સ્પેલમાં 5 વિકેટ ઝડપી હતી. 

 

 

ટીમ ઇન્ડિયા પ્રથમ દિવસે કરેલા  307 રનમાં માત્ર 22 રન જોડી શકી હોય, પરંતુ તેનો ઈંગ્લેન્ડમાં એક ખાસ રેકોર્ડ છે. જ્યારે પણ ટીમ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ પ્રથમ  બેંટીગ કરતા 300થી વધારે રન બનાવ્યા છે, એ મેચ ભારતીય ટીમની ક્યારેય પણ હાર નથી થઇ. ટીમ ઇન્ડિયાની હાર પહેલી ઇનિંગ્સમાં સૌથી વધારે સ્કોર 293 રનની લીડમાં જૂન 1952માં છે.   

આ મેદાન પર ભારતને લીડ મેળવવામાં મળે છે સફળતા 
આ મેજાન પર ટીમ ઇન્ડિયાની મેચોની વાત કરીએતો છેલ્લી ચાર ટેસ્ટ મેચોમાં ટીમ ઇન્ડિયાએ પ્રથમ દાવમાં ત્રણ વાર લીડ મેળવી છે. આ વર્ષે પણ ભારતે 168 રનની લીડ મળી હતી. માત્ર વર્ષ 2014માં ઈંગ્લેન્ડને 39 રનોની લીડ મળી હતી. વર્ષ 2011માં ટીમ ઇન્ડિયાને 67 રનનોની લીડ મળી હતી, જ્યારે 2007માં ભારતને 283 રનનો લીડ મળી હતી.

INDvsENG: પંડ્યાએ નોટિંઘમમાં બનાવ્યો રેકોર્ડ, 29 બોલના સ્પેલમાં ઝડપી 5 વિકેટ 

અત્યારે ભારત પાસે 292 રનની લીડ છે. અને ટીમની 8 વિકેટો પડવાની બાકી છે. અને ત્રણ દિવસની રમત પણ  બાકી છે. આ મેદાનાના પીછો કરતા સૌથી સફળ સ્કોર ઈંગ્લેન્ડની ટીમના નામે છે. જે તેણે 2004માં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ બનાવ્યો હતો, ઈગ્લેન્ડે એ મેચ 6 વિકેટ ગુમાવીને 284 રન બનાવીને જીતી લીધી હતી. આ હિસાબે જોવા જઇએ તો ટીમ ઇન્ડિયાની જીત નક્કી જ છે. 

ટીમ ઇન્ડિયાની હાલની સ્થિતી ખુબજ સારી છે. પહેલા દાવમાં ભારતની ટીમે 150 રનથી પણ વઘારી મેળવીને બીજા દાવમાં પણ ભારતે માત્ર 2 વિકેટ ગુમાવીને 124 રન કરી લીધા છે. જેથી ઈંગ્લેન્ડની ટીમનુ મનોબળ એક દમ ઓછુ થઇ ગયું છે. જે મેદાન પર સારી રીતે દેખાઇ રહ્યું છે. એવામાં જો  વિરાટ બ્રિગેડ 107 રન કરીને લીડનો આંકડો 400 રન  કરી દે તો સીરીઝમાં ભારતની વાપસી થઇ શકે અને જીત પણ નિશ્ચિત થઇ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More