Home> Sports
Advertisement
Prev
Next

2011 સુધી અહીંયા હારતી હતી ટીમ ઇન્ડિયા, જાણો શું આ મંદિરે બદલ્યું ‘ભાગ્ય’?

ઉપ્પલના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં એન્ટ્રી કરતા જ તેમને આવું મંદિર જોવા મળશે. આ સ્ટેડિયમમાં અત્યાર સુધી ભારત અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે.

2011 સુધી અહીંયા હારતી હતી ટીમ ઇન્ડિયા, જાણો શું આ મંદિરે બદલ્યું ‘ભાગ્ય’?

હૈદરાબાદ: જીવના કોઇપણ ક્ષેત્રમાં જ્યારે કોઇપણ પ્રકારની મુશ્કેલી આવે છે ત્યારે બધુ ઠીક કરવા માટે ભગવાની શરણમાં જવું એ સામાન્ય વાત છે અને રમત પણ તેનાથી દૂર નથી. પરંતુ એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમની અંગદ મંદિર હોવું, થોડુ વિચિત્ર લાગે છે. ઉપ્પલના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં એન્ટ્રી કરતા જ તેમને આવું મંદિર જોવા મળશે. આ સ્ટેડિયમમાં અત્યાર સુધી ભારત અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે.

fallbacks

સામાન્ય દિવસમાં ભલે કોઇનું ધ્યાન આ તરફ જતુ નહીં હોય પરંતુ મેચના દિવસે ઘણી વખત આ મંદિર ધ્યાન આકર્ષીત કરી દેતું હોય છે. આ મંદિરની પાછળની સ્ટોરી વિશે પુછવામાં આવ્યું ત્યારે પુજારી હનુમંત શર્માએ કહ્યું કે, ‘આ મંદિરનું નિર્માણ 2011માં કરવામાં આવ્યું હતું કેમકે ભારતની ટીમ અને આઇપીએલની તાત્કાલીન સ્થાનિય ફેન્ચાઇઝી ડેક્કન ચાર્જીર્સે આ મેદાન પર મેચ જીતી રહ્યાં ન હતા.’

તેમણે કહ્યું હતું કે, આ ઘરેલૂ ટીમો માટે અશુભ મેદાન સાબિત થઇ રહ્યું હતું. ત્યારે જાવા મળ્યુ હતું કે વાસ્તુદોષ છે. ભગવાન ગણેશ વાસ્તુશાસ્ત્રના દેવતા છે. તમે 2011 પછીનો રેકોર્ડ જોઇ લો, ભારતીય ટીમ અહીંયા ક્યારે પણ હારી નથી.

fallbacks

આંકડાના અનુસાર ભારતે આ મેદાન પર પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ 2005માં રમી હતી. દક્ષિણ આફ્રિકાની સામે આ વન-ડે મેચમાં ભારત પાંચ વિકેટથી હારી ગયું હતું. ત્યારબાદ ભારતીય ટીમ 2007 અને 2009માં ઓસ્ટ્રેલિયામાં પણ હારી ગયું હતું.

ભારતે 14 ઓક્ટોબર 2011ને અહીંયા ઇંગ્લેન્ડને હરાવ્યું અને શ્રીલંકાને પણ 6 વિકેટથી હરાવ્યું હતું. આ રીતે 2010માં ન્યૂઝીલેન્ડની સામે આ મેદાન પર રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો ગઇ હતી. ત્યારબાદ ભારતે અહીંયા જે ત્રણ ટેસ્ટ મેચ રમ્યું તેમાં મોટા અંતરથી જીત હાસંલ કરી હતી. વર્તમાન ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝની શરૂઆત જોઇને લાગી રહ્યું છે કે આ ક્રમ આગળ પર વધતો રહશે.

હનુમંત શર્માને પુછવામાં આવ્યું હતું કે શું ભારતના કોઇ દિગ્ગજ ખેલાડી અહીંયા પુજા કરવા માટે આવે છે. તેમણે કહ્યું હતું કે, મહેન્દ્ર સિંહ ધોની અભ્યાસ સત્ર બાદ અહીંયા આવીને ભગાવન ગણેશના આશીર્વાદ લે છે. બીજુ એક નામ મારા ધ્યાનમાં આવી રહ્યું છે તે કર્ણ શર્માનું છે.

સ્પોર્ટના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More