નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝના શિમરોન હેટમેયરને આઈપીએલ-12ની હરાજીના પ્રથમ રાઉન્ડમાં તમામનું ધ્યાન ખેંચ્યું છે. હેટમેયરને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે તેની બેઝ પ્રાઇઝ 50 લાખ કરતા 8 ગણી વધુ રકમ આપીને ખરીદ્યો છે. હેટમેયર હજુ સુધી આઈપીએલમાં રમ્યો નથી તે પ્રથમવાર આઈપીએલમાં રમવા ઉતરશે.
21 વર્ષના હેટમેયરને આરસીબીએ 4.2 કરોડની મોટી રકમમાં ખરીદ્યો. તેણે કરિયરમાં અત્યાર સુધી 19 ટી20 મેચ રમી છે અને 498 રન બનાવ્યા છે. તેમાં 1 સદી અને બે અડધી સદીનો સમાવેશ થાય છે. આ સિવાય તેણે 6 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં 14.50ની એવરેજથી 58 રન બનાવ્યા છે. તે વેસ્ટ ઈન્ડિઝ અન્ડર-19 ટીમનો પણ સભ્ય રહ્યો છે.
Destructive, left handed and hails from the Carribean! Reminds you of a Legend? Welcome the big-hitting wicket-keeper batsman, Shimron Hetmyer to RCB! #PlayBold #BidForBold #IPLAuction pic.twitter.com/tBhbnTiUAK
— Royal Challengers (@RCBTweets) December 18, 2018
હેટમેયરે કરિયરમાં 10 ટેસ્ટ અને 20 વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેના નામે વનડેમાં 3 સદી અને 2 અડધી સદી છે. જ્યારે ટેસ્ટમાં ચાર અડધી સદી ફટકારી ચુક્યો છે. તેણે પોતાનો અંતિમ ટી20 મેચ 17 ડિસેમ્બરે બાંગ્લાદેશ વિરુદ્ધ રમી હતી.
IPL 2019 Auction: શું યુવરાજનું આઈપીએલ કરિયર પૂરૂ? કોઈ ટીમે ન લગાવી બોલી
રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ આ બેટ્સમેનનું સ્વાગત કરતા એક ટ્વીટ પણ કર્યું છે, જેમાં તેને બિગ હિટિંગ બેટ્સમેન જણાવવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે