Home> Sports
Advertisement
Prev
Next

VIDEO: સ્ટમ્પ માઇકમાં કેદ થયો રિષભ પંતનો અવાજ, ફેન્સ બોલ્યા- ફિક્સ હતી IPL મેચ

આઈપીએલના ઘણા દર્શકોનું માનવું છે કે, આ ઘટના દર્શાવે છે કે, મેચ પહેલાથી ફિક્સ હતો. 

 VIDEO: સ્ટમ્પ માઇકમાં કેદ થયો રિષભ પંતનો અવાજ, ફેન્સ બોલ્યા- ફિક્સ હતી IPL મેચ

નવી દિલ્હીઃ દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 12મી સિઝનમાં મુકાબલા દરમિયાન રિષભ પંતનો અવાજ સ્ટમ્પ માઇકમાં કેદ થઈ ગયો જે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. 

fallbacks

હકીકતમાં પંતે કોલકત્તાના ખેલાડી રોબિન ઉથપ્પાની બેટિંગ દરમિયાન બોલરને બોલ ફેંક્યા પહેલા વિકેટની પાછળથી કહી દીધું હતું કે, 'આ આમ પણ ચોગ્ગો થઈ જશે' અને આગામી બોલ પર ઉથપ્પાએ ચાર રન બનાવ્યા. કોલકત્તાનો આ બેટ્સમેન તે સમયે યુવા બોલર સંદીપ લામિછાનેની વિરુદ્ધ બેટિંગ કરી રહ્યો હતો. 

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ઘણા પ્રશંસકોનું માનવું છે કે, આ ઘટના દર્શાવે છે કે, મેચ પહેલાથી ફિક્સ હતો, કારણ કે પંતને તે કેમ ખ્યાલ આવ્યો કે, આગામી બોલે શું થશે. 

દિલ્હીએ સુપર ઓવર સુધી મેચમાં ત્રણ રનથી જીત મેળવી હતી. 186 રનના લક્ષ્યનો પીછો કરતા મહેમાન ટીમે છ વિકેટ ગુમાવીને 185 રન બનાવી શકી જેથી મેચનો નિર્ણય સુપર ઓવરમાં આવ્યો હતો. યુવા બેટ્સમેન પૃથ્વી શોએ મેચમાં 99 રનની ઈનિંગ રમી હતી. 

આઈપીએલની હાલની સિઝનમાં સૌથી રોમાંચક મેચ શનિવારે રાત્રે દિલ્હીના ફિરોઝશાહ કોટલામાં રમાયો હતો. કોલકત્તા અને દિલ્હી વચ્ચે રમાયેલો આ મેચ નિર્ધારિત ઓવરોમાં ટાઈ થયો હતો. ત્યારબાદ બંન્ને ટીમો વચ્ચે સુપર ઓવર રમાઈ હતી. તેમાં યજમાન ટીમ દિલ્હીએ બાજી મારી હતી. તેણે સુપર ઓવરમાં પ્રથમ બેટિંગ કરતા 10 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકત્તાની ટીમ માત્ર 7 રન બનાવી શકી હતી. 

આ આઈપીએલના 12 વર્ષના ઈતિહાસમાં આઠમો અવસર હતો જ્યારે મેચ ટાઈ પર સમાપ્ત થયો હતો. કોલકત્તાની ટીમે કુલ મળીને ત્રીજીવાર અને દિલ્હીની ટીમ બીજીવાર સુપર ઓવર રમી હતી. 

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More