Home> Sports
Advertisement
Prev
Next

મેદાન પર કોહલી સાથે ચર્ચા બાદ ગુસ્સામાં અમ્પાયરે તોડ્યો દરવાજો

આરસીબીના કેપિટન કોહલીએ શનિવારે હૈદરાબાદ વિરુદ્ધ મેદ રમિયાન નોબોલના એક વિવાદિત નિર્ણયને લઈને અમ્પાયર સાથે ચર્ચા કરી હતી જેના પર તે ભડકી ગયા હતા. 
 

મેદાન પર કોહલી સાથે ચર્ચા બાદ ગુસ્સામાં અમ્પાયરે તોડ્યો દરવાજો

બેંગલુરૂઃ ઈંગ્લેન્ડના અમ્પાયર નાઇજેલ લોન્ગને વિરાટ કોહલી સાથે બોલાચાલી બાદ સ્ટેડિયમના એક રૂમના દરવાજને કથિત રૂપથી નુકસાન પહોંચાડવા માટે બીસીસીઆઈના ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે. પરંતુ ભારતીય બોર્ડે 12 મેએ રમાનારી આઈપીએલ ફાઇનલમાંથી તેમને હટાવશે નહીં. 

fallbacks

આરસીબીના કેપ્ટન કોહલીએ શનિવારે બેંગલોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મેચ દરમિયાન નોબોલના એક વિવાદિત નિર્ણયને લઈને અમ્પાયર સાથે ચર્ચા કરી હતી, જેના પર તે ભડકી ગયા હતા. 

રિપોર્ટ અનુસાર આઈસીસી એલીટ પેનલના અમ્પાયરે ઈનિંગ બ્રેક દરમિયાન અમ્પાયરોના રૂમના દરવાજાને જોરથી પછાડીને ક્ષતિગ્રસ્ત કરી દીધો હતો. 

બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે, લોન્ગે આ મુદ્દા પર જવાબ આપવો પડી શકે છે પરંતુ તે હૈદરાબાદમાં રમાનારી આઈપીએલ ફાઇનલમાંથી હટશે નહીં. 

હિતોનો ટકરાવઃ સચિન તેંડુલકર, વીવીએસ લક્ષ્મણને લોકપાલે નિવેદન માટે બોલાવ્યા 

કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશનના સચિવ આર સુધાકર રાવે કહ્યું કે, અમ્પાયરે નુકસાનની ચુકવણી કરી દીધી છે. કેએસસીએના અધિકારીઓએ કહ્યાં બાદ તેમણે 5000 રૂપિયા આપ્યા અને તેની રસીદ પણ માગી. લોન્ગ 56 ટેસ્ટ, 123 વનડે અને 32 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં અમ્પાયરિંગ કરી ચુક્યા છે અને તેઓ વિશ્વકપના અમ્પાયરોમાંથી એક હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More