Home> Sports
Advertisement
Prev
Next

MIvsKXIP: આજે મજબૂત મુંબઈ સામે ટકરાશે પંજાબ, જાણો સંભવિત પ્લેઇંગ ઇલેવન

આઈપીએલની 13મી સીઝનના 36મા મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ આમને-સામને હશે. આ મેચમાં પંજાબની નજર ફરી એકવાર ક્રિસ ગેલ પર હશે. 

MIvsKXIP: આજે મજબૂત મુંબઈ સામે ટકરાશે પંજાબ, જાણો સંભવિત  પ્લેઇંગ ઇલેવન

દુબઈઃ આઈપીએલની 13મી સીઝનના 36મા મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ આમને-સામને હશે. મુંબઈની ટીમ સતત 5 મેચોમાં જીત બાદ મજબૂત જોવા મળી રહી છે, બીજીતરફ ક્રિસ ગેલની વાપસીથી પંજાબના ઉત્સાહમાં વધારો થયો છે. દુબઈમાં આ મુકાબલો રમાશે. 

fallbacks

મુંબઈ એક જીતથી પ્લેઓફની ખુબ નજીક પહોંચી જશે, જ્યારે પંજાબની ટીમ વધુ એક હારથી બહાર થઈ શકે છે. કિંગ્સ ઇલેવન 8માંથી બે મેચ જીતી શકી છે. 

MI vs KXIP : શું કહે છે આંકડા..? 
આઈપીએલ રેકોર્ડની વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે અત્યાર સુધી 25 મુકાબલા (2008-2020) રમાઇ ચુક્યા છે. મુંબઈએ 14 તો પંજાબે 11મા જીત હાસિલ કરી છે. આ સીઝનમાં મુંબઈએ પંજાબ વિરુદ્ધ પાછલા મુકાબલામાં 48 રને જીત મેળવી હતી. 

મુંબઈ પોતાની દમદાર બેટિંગ અને ઘાતક બોલિંગની મદદથી વિરોધી ટીમોના પડકારને આસાનીથી પાર કરી રહી છે. પાછલી મેચમાં તેણે કોલકત્તા નાઇટ રાઇડર્સને 8 વિકેટે પરાજય આપ્યો હતો. 

પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને રહેલા મુંબઈના ટોપ ઓર્ડર બેટ્સમેન કેપ્ટન રોહિત શર્મા (251 રન) અને તેનો ઓપનિંગ જોડીદાર ક્વિન્ટન ડિ કોક (269 રન) સારી લયમાં છે, જ્યારે મધ્યમક્રમમાં સૂર્યકુમાર યાદવ (243 રન) અને ઈશાન કિશન (186 રન) પણ સારૂ પ્રદર્શન કરી રહ્યાં છે. 

ફાસ્ટ બોલિંગમાં જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ હાલ આઈપીએલની સૌથી સફળ જોડીના રૂપમાં સામે આવ્યા છે. તેણે 8 મેચોમાં 12-12 વિકેટ ઝડપી છે. સ્પિન વિભાગમાં રાહુલ ચાહરે પ્રભાવશાળી બોલિંગ કરી છે. 

બીજીતરફ કિંગ્સ ઇલેવન પંજાબ ટૂર્નામેન્ટમાં સર્વાધિક રન બનાવનાર બે બેટ્સમેનો કેપ્ટન કેએલ રાહુલ (448 રન) અને મયંક અગ્રવાલ (382 રન)ના સારા પ્રદર્શન છતાં ટેબલમાં સૌથી છેલ્લે છે. 

સંભવિત પ્લેઇંગ ઇલેવન
મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા, ડિ કોક, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, કીરોન પોલાર્ડ, ક્રુણાલ પંડ્યા, નાથન કુલ્ટર નાઇટ, ટ્રેન્ટ બોલ્ટ, રાહુલ ચાહર, જસપ્રીત બુમરાહ.

કિંગ્સ ઇલેવન પંજાબઃ કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, ક્રિસ ગેલ, નિકોલસ પૂરન, ગ્લેન મેક્સવેલ, દીપક હુડ્ડા, કે ગૌતમ, ક્રિસ જોર્ડન, રવિ બિશ્નોઈ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ. 

વાંચો આઈપીએલના તમામ સમાચાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More