Home> Sports
Advertisement
Prev
Next

RCBvsSRH: શું આજે વિરાટની ટીમને મળશે પ્લેઓફની ટિકિટ? હૈદરાબાદ સામે ટક્કર

ચેન્નઈ અને મુંબઈ વિરુદ્ધ છેલ્લી બે મેચ ગુમાવ્યા છતાં પોઈન્ટ ટેબલમાં આરસીબી હાલ સનરાઇઝર્સ કરતા સારી સ્થિતિમાં છે. આરસીબીએ પ્લેઓફમાં જગ્યા પાક્કી કરવા માટે દિલ્હી અને સનરાઇઝર્સ વિરુદ્ધ રમાનારી બે મેચમાંથી એકમાં જીત મેળવવી પડશે. 

RCBvsSRH: શું આજે વિરાટની ટીમને મળશે પ્લેઓફની ટિકિટ? હૈદરાબાદ સામે ટક્કર

શારજાહઃ આઈપીએલની 13મી સીઝનની 52મી મેચમાં શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ  (SRH)ની ટીમો આમને-સામને હશે. સતત બે હાર બાદ બેંગલોરની ટીમ હૈદરાબાદ વિરુદ્ધ મેચમાં જીત મેળવી પ્લેઓફમાં જગ્યા પાક્કી કરવાનો પ્રયાસ કરશે. શારજાહમાં આ મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે. 

fallbacks

પરંતુ વિરાટ કોહલીની ટીમ માટે આ કામ સરળ રહેશે નહીં કારણ કે સનરાઇઝર્સની ટીમ પણ પ્લેઓફની રેસમાં છે અને દિલ્હી વિરુદ્ધ મોટી જીત બાદ ઉત્સાહિત છે. 

હાલ ચેન્નઈ સુપર કિંગ્સ એકમાત્ર એવી ટીમ છે જે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ચુકી છે. તેણે ગુરૂવારે કોલકત્તા નાઇટ રાઇડર્સ પર છેલ્લા બોલે જીત મેળવી તેના સમીકરણ બગાડી દીધા હતા. અત્યાર સુધી માત્ર મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવી શકી છે. 

ચેન્નઈ અને મુંબઈ વિરુદ્ધ છેલ્લી બે મેચ ગુમાવ્યા છતાં પોઈન્ટ ટેબલમાં આરસીબી હાલ સનરાઇઝર્સ કરતા સારી સ્થિતિમાં છે. આરસીબીએ પ્લેઓફમાં જગ્યા પાક્કી કરવા માટે દિલ્હી અને સનરાઇઝર્સ વિરુદ્ધ રમાનારી બે મેચમાંથી એકમાં જીત મેળવવી પડશે. 

પોતાની બંન્ને મેચ ગુમાવ્યા બાદ પણ આરસીબીના 14 પોઈન્ટ રહેશે અને તે સારી નેટ રનરેટના આધાર પર ક્વોલિફાઇ કરી શકે છે, પરંતુ તે માટે તેણે અન્ય ટીમોના પરિણામ પર નિર્ભર રહેવું પડશે. આમ પણ છેલ્લી બે મેચ ગુમાવવાને કારણે આરસીબીની નેટ રનરેટ પ્રભાવિત થશે અને તેવામાં તે બહાર થઈ શકે છે.

સનરાઇઝર્સના હાલ 12 મેચોમાં 10 પોઈન્ટ છે. તેણે નોટ આઉટમાં જગ્યા બનાવવા અને પોતાની આશા જીવંત રાખવા માટે બાકી બંન્ને મેચ જીતવી પડશે. સનરાઇઝર્સે આરસીબી બાદ મુંબઈનો સામનો કરવાનો છે. સનરાઇઝર્સે બંન્ને મેચમાં જીત બાદ અન્ય ટીમો પર આધાર રાખવો પડશે. 

સંભવિત પ્લેઇંગ ઇલેવન
સનરાઇઝર્સ હૈદરાબાદઃ ડેવિડ વોર્નર, રિદ્ધિમાન સાહા, મનીષ પાંડે, કેન વિલિયમસન, અબ્દુલ સમદ, જેસન હોલ્ડર, રાશિદ ખાન, વિજય શંકર, ખલીલ અહમદ, સંદીપ શર્મા, ટી નટરાજન. 

રોયલ ચેલેન્જર્સ બેંગલોરઃ દેવદત્ત પડીક્કલ, જોશ ફિલિપે, વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, શિવમ દુબે, ક્રિસ મોરિસ, વોશિંગટન સુંદર, મોહમ્મદ સિરાજ, મોઇન અલી, નવદીપ સૈની, યુજવેન્દ્ર ચહલ. 

વાંચો આઈપીએલના તમામ સમાચાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More