Home> Sports
Advertisement
Prev
Next

IPL 2020: આઈપીએલમાં અમેરિકાની એન્ટ્રી, અલી ખાન કોલકત્તાની ટીમમાં સામેલ


અમેરિકાના ફાસ્ટ બોલર અલી ખાનને કોલકત્તા નાઇટ રાઇડર્સે પોતાની ટીમમાં સામેલ કર્યો છે. તે ઈજાગ્રસ્ત બોલર હેરી ગર્નીનું સ્થાન લેશે. 
 

IPL 2020: આઈપીએલમાં અમેરિકાની એન્ટ્રી, અલી ખાન કોલકત્તાની ટીમમાં સામેલ

નવી દિલ્હીઃ કોલકત્તા નાઇટ રાઇડર્સ  (Kolkata Knight Riders)એ 29 વર્ષના અમેરિકી ફાસ્ટ બોલર અલી ખાન (Ali Khan)ને હેરી ગર્ની (Harry Gurney)ના સ્થાન પર ટીમમાં સામેલ કર્યો છે. ઈંગ્લેન્ડનો ગર્ની ખભાની ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. આ કારણે તે પાછલા મહિને ઈંગ્લેન્ડની વેટાલિટી બ્લાન્ટમાં પણ રમી શક્યો નથી. ખાન આઈપીએલમાં સામેલ થનાર પ્રથમ અમેરિકી ખેલાડી (First USA player in IPL) બની ગયો છે. 

fallbacks

અલીએ સીપીએલ 2020માં ત્રિનબાગો નાઇટ રાઇડર્સ (Trinbago Knight Riders) નું પ્રતિનિધિત્વ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ વર્ષે કેરેબિયન પ્રીમિયર લીગનું ટાઇટલ જીતનારી TKR અને કેકેઆર  (KKR)ની માલિકી વાળી કંપની એક જ છે. સિનેમા સુપર સ્ટાર શાહરૂખ ખાન બંન્ને કંપનીના માલિક છે. 

ત્રિનબાગોએ સીપીએલમાં તમામ 12 મેચ જીતીને ટાઇટલ કબજે કર્યું. શાહરૂખે તસવીરો પોસ્ટ કરીને પોતાના ટીમની જીત પર ખુશી વ્યક્ત કરી હતી. અલી ખાને ત્રિનબાગો અને ચેન્નઈ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોની સાથે પ્લેનની અંદરથી એક ફોટો શેર કર્યો જેનું કેપ્શન હતું, 'આગામી સ્ટોપ દુબઈ.'

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Purpose fuels passion 🏆

A post shared by Ali Khan (@iamalikhan23) on

ખાન સીપીએલના સર્વશ્રેષ્ઠ ફાસ્ટ બોલરોમાં સામેલ રહ્યો. છેલ્લા ત્રણ વર્ષથી તે વિશ્વભરમાં ટી20 લીગ રમે છે. તે કેકેઆરના સ્ટેન્ડબાય રડાર પર પાછલા વર્ષે પણ હતો. આ વર્ષે તેણે સીપીએલમાં આઠ મેચોમાં 7.43ની ઇકોનોમીની સાથે 8 વિકેટ ઝડપી હતી.

પાકિસ્તાનના પંજાબના અટકમાં જન્મેલો અલી 18 વર્ષની ઉંમરમાં પોતાના માતા-પિતાની સાથે યૂએસએ ચાલ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તે અમેરિકાનું પ્રતિનિધિત્વ કરે છે. ખાનની ખાસિયત તેની ઝડપ છે. તે સતત 140ની સ્પિડથી બોલિંગ કરે છે. તે હંમેશા અંતમાં બોલિંગ કરે છે. ખાનની યોર્કરને દમદાર માનવામાં આવે છે. 

IPL 2020, Team Preview: રોહિતની આગેવાનીમાં પાંચમાં ટાઇટલ પર મુંબઈ ઈન્ડિયન્સની નજર  

અલીની વાત કરીએ તો તેને ડ્વેન બ્રાવો સીપીએલમાં લઈને આવ્યો હતો. બ્રાવો અને તેની મુલાકાત ગ્લોબલ ટી20 કેનેડામાં થઈ હતી. અલી બાંગ્લાદેશ પ્રીમિયર લીગ અને પાકિસ્તાન સુપર લીગમાં પણ રમી ચુક્યો છે. 

વાંચો આઈપીએલના તમામ સમાચાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More