Home> Sports
Advertisement
Prev
Next

આજથી શરૂ થશે IPL 2020: આ મોબાઇલ પ્લાનમાં તમે ફ્રીમાં માણી શકશો Free Live Match ની મજા

ભારતીય ક્રિકેટના કેટલા દિવાના છે, તે તો બધા જાણે છે. IPL 2020 ની શરૂઆત શનિવારથી અબુધાબીમાં થવાની છે. એવામાં દરેક ક્રિકેટપ્રેમી લાઇવ ક્રિકેટ મેચ જોવા માંગશે. આઇપીએલ 2020ની પહેલી મેચ આજે સાંજે શનિવારે 7:30 કલાકે ચેન્નઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. 

આજથી શરૂ થશે IPL 2020: આ મોબાઇલ પ્લાનમાં તમે ફ્રીમાં માણી શકશો Free Live Match ની મજા

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટના કેટલા દિવાના છે, તે તો બધા જાણે છે. IPL 2020 ની શરૂઆત શનિવારથી અબુધાબીમાં થવાની છે. એવામાં દરેક ક્રિકેટપ્રેમી લાઇવ ક્રિકેટ મેચ જોવા માંગશે. આઇપીએલ 2020ની પહેલી મેચ આજે સાંજે શનિવારે 7:30 કલાકે ચેન્નઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. જો તમે પણ આઇપીએલ 2020ની બધી મેચ ફ્રીમાં જોવા માંગો છો તો તમારા મોબાઇલને રિચાર્જ કરાવી શકો છો.

fallbacks

તમામ ટેલીકોમ કંપનીઓ પોતાના પ્રીપેડ ગ્રાહકો માટે આઇપીલ સ્પેશિયલ પ્લાન લઇને આવી છે, જેની મદદથી તેમના ગ્રાહકો આઇપીએલની ભરપૂર મજા માણી શકે છે. આજે અમે તમને રિલાયન્સ જિયો અને ભારતી એરટેલના કેટલાક એવા પ્લાન વિશે જણાવીશું, જે આઇપીએલ જોનારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઇ શકે છે. 

BSNL એ ગ્રાહકોને આપી મોટી ખુશખબરી, હવે ડિસેમ્બર સુધી ફ્રી મળશે આટલો ડેટા

રિયાલન્સ જિયો અને ભારતીય એરટેલ બંને ઘણા પ્લાન્સ ઓફર કરે છે, જેમાં Disney+ Hotstar VIP સ્બ્સક્રિપ્શન ફ્રી મળે છે. તમને જણાવી દઇએ કે આઇપીએલની તમામ ક્રિકેટ મેચોને લાઇવ ટેલીકાસ્ટ હોટસ્ટાર પર કરવામાં આવશે. 

રિલાયન્સ જિયો 499 રૂપિયાવાળો પ્લાન 
ભારતની નવી ટેલિકોમ કંપની રિયાલન્સ જિયોની યાદીમાં ઘણા બધા પ્રીપેડ પ્લાન છે, જે  Disney+ Hotstar VIP નો ફ્રી સબ્સક્રિપ્શન યૂઝર્સને આપે છે અને તેની સાથે IPL ફ્રીમાં જોઇ શકાશે. થોડા દિવસો પહેલાં જ કંપનીએ Jio Cricket કેટેગરીમાં એક પ્લાન લોન્ચ કર્યો છે. જિયો ક્રિકેટ પેકની કિંમત 499 રૂપિયા અને આ 56 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં કોઇ એસએમએસ અથવા વોઇસ કોલિંગ બેનિફિટ્સ મળતો નથી પરંતુ દરરોજ 1.5 જીબી ડેટા મળે છે. આ ઉપરાંત પ્લાનમાં 1 વર્ષ માટે Disney+ Hotstar VIP નો કોમ્પ્લિમેંટરી સબ્સક્રિપ્શન મળી જાય છે. 

Credit-Debit કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 30 સપ્ટેમ્બરથી બદલાશે RBI ના આ નિયમ

રિલાયન્સ જિયો 777 રૂપિયાવાળો પ્લાન
જિયો યૂઝર્સ પાસે આ ઉપરાંત 777 રૂપિયાવાળા પ્લાન વડે રિચાર્જ કરવાનો ઓપ્શન પણ છે. આ પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે અને તેમાં દરરોજ 1.5 જીબી ડેટા ઉપરાંત 5 જીબી બોનસ ડેટા પણ મળે છે. જિયોથી જિયો નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગ ઉપરાંત નોન-જિયો નેટવર્કસ પર કોલિંગ માટે પ્લાનમાં 3000FUP મિનિટ મળે છે. સાથે જ આ પ્લાનમાં દરરોજ 100 ફ્રી એસએમએસ અને Disney+ Hotstar VIP નું ફ્રી સબ્સક્રિપ્શન પણ ઓફર કરે છે. પ્લાનમાં JioApps નું સબ્સક્રિપ્શન પણ 84 દિવસ માટે યૂઝર્સને મળે છે. 

આવી રહી છે તમારી વ્હાલી કાર Maruti Alto નો નવો અવતાર, જાણો કેટલી હશે કિંમત?

એરટેલ 599 રૂપિયાવાળો પ્લાન
જો  IPL 2020 ફ્રીમાં જોવા માંગો છો તો તમે ભારતી એરટેલનો 599 રૂપિયાની કિંમતવાળો પ્લાન સિલેક્ટ કરી શકો છો. તેનાથી રિચાર્જ કરશો તો 56 દિવસની વેલિડિટી સાથે 2 જીબી ડેલી ડેટા પણ મળે છે. પ્લાનમાં તમામ નેટવર્ક્સ પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 ફ્રી એસએમએસ પણ મળી જાય છે. એરટેલનો આ પ્લાન Disney+ Hotstar VIP ના OTT બેનિફિટ્સ સાથે આવે છે અને એક વર્ષ માટે એપનું સબ્સક્રિપ્શન યૂઝર્સને મળી જાય છે.  

ડેબિટ કાર્ડ નહી હવે ઘડીયાળ વડે કરો પેમેન્ટ, SBI એ શરૂ કરી આ કમાલની સુવિધા

એરટેલ 2,698 રૂપિયાવાળો પ્લાન
એરટેલનો બીજો પ્લાન જેમાં તમે IPL 2020 ફ્રીમાં જોઇ શકશો, 2698 રૂપિયાનો છે. આ પ્રીપેડ પ્લાનમાં યૂઝર્સને દરોજ 2 જીબી હાઇસ્પીડ ડેટા મળે છે. એરટેલનો આ લોન્ગ ટર્મ પ્લાન 365 દિવસ (1 વર્ષ) ની વેલિડિટી સાથે આવે છે અને તેમાં તમામ નેટવર્ક્સ પર ફ્રી વોઇસ કોલિંગ પણ મળે છે. દરરોજ 100 એસએમએસ ફ્રી ઓફર કરનાર આ પ્લાનની સાથે યૂઝર્સને Disney+ Hotstar VIP ને એક વર્ષનું સબ્સક્રિપ્શન પણ મળી જાય છે. આ પ્રકારે કોઇપણ પરેશાની વિના તમે  IPL 2020 ની મજા માણી શકો છો. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More