Home> Sports
Advertisement
Prev
Next

IPL 2020: રાહુલને ઓરેન્જ, રબાડાને પર્પલ, જાણો અન્ય ક્યા ખેલાડીઓને મળ્યા એવોર્ડ


આઈપીએલ ફાઇનલ બાદ યોજાયેલા એવોર્ડ સમારોહમાં આ સીઝનમાં શાનદાર પ્રદર્શન કરનાર અનેક ખેલાડીઓને એવોર્ડ મળ્યા છે. 

IPL 2020: રાહુલને ઓરેન્જ, રબાડાને પર્પલ, જાણો અન્ય ક્યા ખેલાડીઓને મળ્યા એવોર્ડ

દુબઈઃ આઈપીએલ-2020ની ફાઇનલમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સેને 5 વિકેટે પરાજય આપી રેકોર્ડ પાંચમી વખત ટ્રોફી પર કબજો કર્યો છે. તો પ્રથમવાર ફાઇનલમાં પહોંચેલી દિલ્હી કેપિટલ્સનું સપનું અધુરૂ રહ્યું છે. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 7 વિકેટે 156 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈએ 18.4 ઓવરમાં 5 વિકેટે 157 રન બનાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. તો ફાઇનલ મેચ બાદ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરનાર અનેક ખેલાડીઓને એવોર્ડ મળ્યા હતા. આઈપીએલ ફાઇનલમાં મુંબઈનો ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ મેન ઓફ ધ મેચ રહ્યો હતો.

fallbacks

આઈપીએલ-2020ની સીઝનના એવોર્ડ મેળવનાર ખેલાડીઓ (તમામ એવોર્ડ માટે 10 લાખ રૂપિયા)
ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટઃ દેવદત્ત પડિક્કલ (રોયલ ચેલેન્જર્સ બેંગલોર)
પેટીએમ ફેરપ્લે એવોર્ડઃ મુંબઈ ઈન્ડિયન્સ
ગેમ ચેન્જર ઓફ ધ સીઝનઃ કેએલ રાહુલ (કિંગ્સ ઇલેવન પંજાબ)
અલ્ટ્રાઝ સુપર સ્ટ્રાઇકર ઓફ ધ સીઝનઃ કીરોન પોલાર્ડ (મુંબઈ ઈન્ડિયન્સ)
અન એકેડમી સિક્સ એવોર્ડઃ ઈશાન કિશન 30 સિક્સ (મુંબઈ ઈન્ડિયન્સ)
ક્રેડ પાવરપ્લે ઓફ ધ સીઝનઃ ટ્રેન્ટ બોલ્ટ (મુંબઈ ઈન્ડિયન્સ)
પર્પલ કેપઃ કગિસો રબાડા 30 વિકેટ (દિલ્હી કેપિટલ્સ
ઓરેન્જ કેપઃ કેએલ રાહુલ 670 રન (કિંગ્સ ઇલેવન પંજાબ)
મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરઃ જોફ્રા આર્ચર (રાજસ્થાન રોયલ્સ)
વિજેતા મુંબઈ ઈન્ડિયન્સ (ટ્રોફી અને 20 કરોડ રૂપિયા)
રનર્સઅપ દિલ્હી કેપિટલ્સ (12.5 કરોડ રૂપિયા)

વાંચો આઈપીએલના તમામ સમાચાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More