Home> Sports
Advertisement
Prev
Next

IPL 2020: બેંગલોર સામે હારી રાજસ્થાન રોયલ્સની ટીમ, કોહલીએ રાહુલ તેવતિયાને આપી ખાસ 'ગિફ્ટ'


અબુધાબીમાં બેંગલોર અને રાજસ્થાન ટીમો વચ્ચે થયેલા મુકાબલા બાદ આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ ઓલરાઉન્ડર રાહુલ તેવતિયાની સાથે વાત કરી અને તેને ગિફ્ટમાં પોતાના ઓટોગ્રાફ વાળી જર્સી આપી.

 IPL 2020: બેંગલોર સામે હારી રાજસ્થાન રોયલ્સની ટીમ, કોહલીએ રાહુલ તેવતિયાને આપી ખાસ 'ગિફ્ટ'

નવી દિલ્હીઃ વિસ્ફોટક બેટ્સમેન વિરાટ કોહલીની આગેવાની વાળી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ-2020મા ત્રણ જીત હાસિલ કરી છે. શનિવારે તેણે રાજસ્થાન રોયલ્સને 8 વિકેટથી પરાજય આપ્યો હતો. અબુધાબીમાં આ મેચમાં કેપ્ટન વિરાટ કોહલીએ આખરે પોતાની લય હાસિલ કરી અને 53 બોલમાં 72 રન બનાવ્યા હતા. 

fallbacks

કોહલીએ યુવા ઓપનર દેવદત્ત પડિક્કલની સાથે મળીને બેંગલોરને આસાન જીત અપાવી હતી. પડિક્કલે 45 બોલમાં 63 રનની ઈનિંગ રમી હતી. બંન્નેએ બીજી વિકેટ માટે 99 રન જોડ્યા હતા. બેંગલોરને જીત માટે 155 રનની જરૂર હતી. મેચ બાદ કોહલીએ રાજસ્થાનના ઓલરાઉન્ડર રાહુલ તેવતિયા સાથે વાત કરી હતી.

તેવતિયા કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ શાનદાર ઈનિંગ રમી ચર્ચામાં આવ્યો હતો. તેણે પેસર શેલ્ડન કોટ્રેલની એક ઓવરમાં પાંચ સિક્સ ફટકારી હતી. કોહલીએ આ મુલાકાત દરમિયાન તેવતિયાને ટી-શર્ટ ભેટમાં આપી. કોહલીએ પોતાની ટી-શર્ટ પર ઓટોગ્રાફ કરીને તેવતિયાને ગિફ્ટમાં આવી હતી. 

આઈસીસીએ કોહલી અને તેવતિયાની આ તસવીર ટ્વીટ કરી છે. આ સાથે કેપ્શન આપ્યુ, વિરાટ કોહલીએ રાહુલ તેવતિયાને એક સ્પેશિયલ ઓટોગ્રાફ જર્સી ભેટમાં આપી. રમત જ રમતને ઓળખે છે. 

CSKvsKXIP: શું ધોનીની સેનાને મળશે જીત? આજે કિંગ્સ Xi અને સુપર કિંગ્સ વચ્ચે ટક્કર  

તેવતિયાએ રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ માત્ર  બોલ પર  રન બનાવીને પોતાની ટીમને જીત અપાવી હતી. રાજસ્થાન રોયલ્સે કિંગ્સ ઇલેવન પંજાબે આપેલા 224 રનનો લક્ષ્ય હાસિલ કર્યો હતો. 

વાંચો આઈપીએલના તમામ સમાચાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More