Home> Sports
Advertisement
Prev
Next

IPL 2020: યુવરાજ, ઉથપ્પા સહિત 71 ખેલાડીઓ બહાર, જુઓ સંપૂર્ણ લિસ્ટ

IPL 2020: યુવરાજ, ઉથપ્પા સહિત 71 ખેલાડીઓ બહાર, જુઓ સંપૂર્ણ લિસ્ટ

નવી દિલ્હીઃ આઈપીએલ (IPL 2020)ની આગામી સિઝન માટે હરાજી (IPL Auction) પહેલા આઠ ફ્રેન્ચાઇઝીએ પોત-પોતાની ટીમમાંથી ખેલાડીઓને રિલીઝ કરી દીધા છે. હવે આ રિલીઝ થયેલા ખેલાડીઓના ભવિષ્યનો નિર્ણય હરાજીમાં થશે. આમ તો ઘણા ખેલાડીઓ છે જેને ફ્રેન્ચાઇઝીએ બહાર કર્યાં પરંતુ સૌથી ચોંકાવનારુ નામ યુવરાજ સિંહ (Yuvraj Singh)નું રહ્યું, જેને મુંબઈ ઈન્ડિયન્સે બહાર કરી દીધો છે. યુવીને મુંબઈએ પાછલી સિઝનમાં તેની બેઝ પ્રાઇઝ એક કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. યુવી પાછલી સિઝનમાં માત્ર ચાર મેચ રમ્યો હતો. 

fallbacks

રોબિન ઉથપ્પાને પણ કોલકત્તાએ રિલીઝ કરી દીધો છે તો દિલ્હી કેપિટલ્સે હનુમા વિહારી અને ક્રિસ મોરિસને બહાર કરી દીધા છે. પંજાબે સેમ કરન, ડેવિડ મિલર અને એન્ડ્રૂ ટાયને રિટેન કર્યાં નથી. હૈદરાબાદે યૂસુફ પઠાણ, શાકિબ અલ હસનને બહાર કર્યાં છે. આવો એક નજર કરીએ કઈ ફ્રેન્ચાઇઝી દ્વારા ક્યા-ક્યા ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા છે. 

1. કોલકત્તા નાઇટ રાઇડર્સે 10 ખેલાડીઓને કર્યાં રિલીઝ
રોબિન ઉથપ્પા, ક્રિસ લીન, પીયૂષ ચાવલા, જો ડેનલી, કાર્લોસ બ્રેથવેટ, પૃથ્વીરાજ, નિખિલ નાયક, કરિયપ્પા, મેથ્યૂ કેલી, એસ મુંડે. 

IPL 2020: આઠ ટીમોએ કુલ 71 ખેલાડીઓને કર્યાં રિલીઝ, હરાજી માટે પંજાબ પાસે સૌથી વધુ બજેટ  

2. દિલ્હી કેપિટલ્સ
ક્રિસ મોરિસ, કોલિન ઇન્ગ્રામ, હનુમા વિહારી, કોલિન મુનરો, અંકુશ બેંસ.

3. કિંગ્સ ઇલેવન પંજાબ
ડેવિડ મિલર, એંડ્ર્યૂ ટાય, સેમ કરન, વરૂણ ચક્રવર્તી.

4. રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ
ડેલ સ્ટેન, માર્કસ સ્ટોઇનિસ, શિમરોન હેટમાયર, અક્શદીપ નાથ, કુલ્ટર નાઇલ, કોલિન ડી ગ્રાન્ડહોમ, પ્રયાસ, ટિમ સાઉદી, કુલવંત ખજરોલિયા, એસ સિંહ, હેનરિક ક્લાસેન, મિલિંદ. 

5. મુંબઈ ઈન્ડિયન્સ
યુવરાજ સિંહ, ઇવિન લુઇસ, એડન મિલને, જેસન બેહરેનડોર્ફ, બરિંદર સરન, બેન કટિંગ, પંકજ જયસવાલ. 

6. રાજસ્થાન રોયલ્સ
જયદેવ ઉનડકટ, રાહુલ ત્રિપાઠી, એસ્ટન ટર્નર, ઓશાને થોમસ, ઈશ સોઢી, આર્યમાન બિરલા, સ્ટુઅર્ટ બિન્ની, લિયામ લિવિંગસ્ટોન, સુદેશમાન મિધુન, શુભમ રંજાને, પ્રશાંત ચોપડા. 

7. સનરાઇઝર્સ હૈદરાબાદ
યૂસુફ પઠાણ, શાકિબ અલ હસન, માર્ટિન ગુપ્ટિલ, દીપક હુડ્ડા, રિકી ભુઈ

8. ચેન્નઈ સુપર કિંગ્સ
સેમ બિલિંગ્સ, ચૈતન્ય બિશ્નોઇ, ધ્રુવ શૌરી, ડેવિડ વિલી, મોહિત શર્મા. 

લેટેસ્ટ ન્યૂઝ જાણો, જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More