નવી દિલ્હી: ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ (CSK vs RR) વચ્ચે આઈપીએલ 2021 ની (IPL 2021) 12 મી મેચ એમએસ ધોની (MS Dhoni) માટે ખાસ છે. 'યલો આર્મી'ના (Yellow Army) કેપ્ટને રાજસ્થાન સામે મેદાનમાં ઉતરતા જ ઈતિહાસ રચ્યો હતો.
ચેન્નાઈ માટે 200 મી મેચમાં કેપ્ટનસી
એમએસ ધોની (MS Dhoni) ચેન્નાઈ સુપર કિંગ્સના (Chennai Super Kings) કેપ્ટન તરીકે તેની 200 મી મેચમાં ઉતર્યો છે. એક પણ આઈપીએલ ટીમમાં કેપ્ટન તરીકે 200 મેચ રમનાર તે પ્રથમ ખેલાડી બન્યો છે. ટીમ માટે આ માહીની 201 મી મેચ છે. ચેમ્પિયન્સ લીગ ટી20 માં (Champions League T20) તેણે એક મેચ સુરેશ રૈનાની (Suresh Raina) કપ્તાની હેઠળ રમી હતી.
A match made in heaven 😍
MS Dhoni is all set to Captain @ChennaiIPL for the 200th time.#VIVOIPL pic.twitter.com/1dS3bEzZDR
— IndianPremierLeague (@IPL) April 19, 2021
મેચમાં ટોસ હાર્યો ધોની
રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) સામેની આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સના (Chennai Super Kings) કેપ્ટન એમએસ ધોની (MS Dhoni) ટોસ હારી ગયો હતો. વિરોધી કેપ્ટન સંજુ સેમસનને 'યલો આર્મી'ને (Yellow Army) પહેલા બેટિંગ માટે બોલાવી.
#RR have won the toss and they will bowl first against #CSK at The Wankhede.
Follow the game here - https://t.co/gNnQUUgwcg #CSKvRR pic.twitter.com/Y5GNIPyfIq
— IndianPremierLeague (@IPL) April 19, 2021
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે