Home> Sports
Advertisement
Prev
Next

IPL 2021: દિલ્હી કેપિટલ્સે કરી નવા કેપ્ટનની જાહેરાત, આ ખેલાડીને સોંપી કમાન

IPL 2021: વિશ્વની સૌથી મોટી ટી20 લીગની શરૂઆત 9 એપ્રિલથી થઈ રહી છે. આ પહેલા દિલ્હી કેપિટલ્સે ઈજાગ્રસ્ત શ્રેયસ અય્યરના સ્થાને રિષભ પંતને ટીમની કમાન સોંપી છે. 

IPL 2021: દિલ્હી કેપિટલ્સે કરી નવા કેપ્ટનની જાહેરાત, આ ખેલાડીને સોંપી કમાન

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) ની શરૂઆત 9 એપ્રિલથી થઈ રહી છે. તમામ ટીમોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વચ્ચે આઈપીએલની ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સ (DC) ને ટૂર્નામેન્ટન શરૂ થતા પહેલા મોટો ઝટકો લાગ્યો હતો. દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન શ્રેયસ અય્યર ઈંગ્લેન્ડ સામે વનડે સિરીઝ દરમિયાન ઈજાગ્રસ્ત થતા તે આઈપીએલમાં રમી શકશે નહીં. હવે દિલ્હી કેપિટલ્સે વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને ટીમની કમાન સોંપી છે. 

fallbacks

રિષભ પંત બન્યો કેપ્ટન
યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત છેલ્લા 6 મહિનાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધમાકેદાર પ્રદર્શન કર્યુ છે. તેણે ભારતીય ટીમ તરફથી વનડે, ટેસ્ટ અને ટી20 ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. હવે આઈપીએલમાં પણ પંતને મોટી જવાબદારી મળી ગઈ છે. ટીમ ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સે આજે જાહેરાત કરી છે કે 9 એપ્રિલથી શરૂ થઈ રહેલી આઈપીએલ-2021ની સીઝનમાં રિષભ પંત ટીમનો કેપ્ટન હશે. 

દિલ્હી કેપિટલ્સની ટીમ
શિખર ધવન, કગિસો રબાડા, પૃથ્વી શો, અંજ્કિય રહાણે, રિષભ પંત, શ્રેયસ અય્યર, એનરિક નોર્ત્જે, માર્કસ સ્ટોયનિસ, શિમરોન હેટમાયર, અમિત મિશ્રા, ઈશાંત શર્મા, આર અશ્વિન, લલીત યાદવ, હર્ષલ પટેલ, ક્રિસ વોક્સ, ડેનિયલ સેમ્સ, આવેશ ખાન, પ્રવિણ દુબે, સ્ટીવ સ્મિથ, ઉમેશ યાદવ, રિપલ પટેલ, વિષ્ણુ વિનોદ, લુકમાન મેરિવાલા, એમ સિદ્ધાર્થ, ટોમ કરન, સેમ બિલિંગ્સ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More