Home> Sports
Advertisement
Prev
Next

IPL ટળ્યા બાદ Riyan Parag ની આ કોમેન્ટ પર હંગામો, લોકોએ ખરાબ રીતે કર્યો ટ્રોલ

કોરોના વાયરસના (Corona Virus) વધતા કેસને કારણે IPL 2021 સીઝનને અનિશ્ચિતકાળ સુધી ટાળવામાં આવી છે. જો કે, ત્યારબાદ રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન રિયાન પરાગની એક ટ્વીટથી ટ્વિટર પર ખુબજ હંગામો મચી ગયો છે

IPL ટળ્યા બાદ Riyan Parag ની આ કોમેન્ટ પર હંગામો, લોકોએ ખરાબ રીતે કર્યો ટ્રોલ

નવી દિલ્હી: કોરોના વાયરસના (Corona Virus) વધતા કેસને કારણે IPL 2021 સીઝનને અનિશ્ચિતકાળ સુધી ટાળવામાં આવી છે. જો કે, ત્યારબાદ રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન રિયાન પરાગની એક ટ્વીટથી ટ્વિટર પર ખુબજ હંગામો મચી ગયો છે.

fallbacks

રિયાન પરાગના ટ્વીટ પર હંગામો
રાજસ્થાનના બેટ્સમેન રિયાન પરાગે મંગળવારના IPL ને સ્થગિત કરવામાં આવ્યા બાદ સોશિયલ મીડિયા પર એક ટ્વીટ કર્યું હતું. રિયાન પરાગે ટ્વીટ કરતા લખ્યું, ખતમ, ટાટા, બાય-બાય.

આ પણ વાંચો:- IPL 2021: આ રીતે બાયો-બબલમાં ઘુસી ગયો કોરોના, અહીં થઈ હતી મોટી ભૂલ

fallbacks

લોકોએ રોષ વ્યક્ત કર્યો
પરાગની આ ટ્વીટ પછી, લોકો તેને નિશાન પર લઈ ગયા અને ટ્વિટર પર ખરાબ રીતે ટ્રોલ કરવાનું શરૂ કર્યું. આઈપીએલનો ખેલાડી હોવાને કારણે ચાહકોને રાયન પરાગની આવી ટિપ્પણીઓની અપેક્ષા નહોતી, જેના પછી લોકોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કરવાનું શરૂ કર્યું. તમને જણાવી દઈએ કે મંગળવારે આઈપીએલમાં વધુ બે ખેલાડીઓ કોવિડ સંક્રમિત થયા બાદ આ લીગ ટાળવામાં આવી હતી. આઈપીએલની આ સીઝનમાં રાજસ્થાન 7 મેચ બાદ પોઇન્ટ ટેબલમાં પાંચમા ક્રમે હતું.

IPL અનિશ્ચિત સમય સુધી સ્થગિત
રાજસ્થાન 7 માંથી 3 મેચ જીત્યું હતું અને 4 માં હારનો સામનો કરવો પડ્યો હતો. આઈપીએલ 2021 ની 60 મેચમાંથી ફક્ત 29 મેચ પૂર્ણ કરી શકી. આઈપીએલના અધ્યક્ષ બ્રિજેશ પટેલે કહ્યું કે, 'ટૂર્નામેન્ટ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી છે. અમે આ સીરીઝને આગામી ઉપલબ્ધ સમયમાં ગોઠવવાનો પ્રયત્ન કરીશું, પરંતુ આ મહિનામાં આવી કોઈ સંભાવના નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More