ચેન્નઈઃ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચે બુધવારે રમાયેલી મેચ પહેલા એક રસપ્રદ ઘટના જોવા મળી. હકીકતમાં મેચ પહેલા જ્યારે ચેન્નઈ અને કોલકત્તાની ટીમ પ્રેક્ટિસ કરી રહી હતી. તો મેદાનમાં આવીને સુરેશ રૈના હરભજન સિંહને પગે લાગ્યો હતો.
સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
સુરેશ રૈના જેવો ભજ્જીને પગે લાગ્યો તો હરભજન મેદાન પર બેસી ગયો. પછી ભજ્જી ઉભો થયો અને રૈનાને ગળે લગાવ્યો. આ બન્ને દિગ્ગજ ક્રિકેટરો વચ્ચે થયેલી આ રસપ્રદ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
— Sportzhustle_Squad (@sportzhustle) April 21, 2021
ઇરફાન પઠાણે કહી આ વાત
હરભજન સિંહ માટે સુરેશ રૈનામાં આવો આદરભાવ જોઈને પૂર્વ ફાસ્ટ બોલર ઇરફાન પઠાણે કહ્યુ કે, આ ખુબ શાનદાર છે. જ્યારે તમે આટલા વર્ષ એક સાથે રમો છો, વિશ્વ કપ જીત્યો છો તો પ્રેમ રહે છે. ભજ્જી પરંતુ રૈનાથી વધુ સીનિયર નથી, બન્ને સાથે ટીમમાં હતા, પરંતુ આ એક સારી મોમેન્ટ છે. આ સન્માન આપવાની એક રીત છે.
આ પણ વાંચોઃ ભારતમાં રમાનાર T20 World Cup થી બહાર થઈ શકે છે આફ્રિકાની ટીમ, સામે આવ્યું મોટુ કારણ
ચેન્નઈ માટે રમી ચુક્યો છે હરભજન
મહત્વનું છે કે આ મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમે ભજ્જીને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખ્યો હતો. સુરેશ રૈના આ મેચમાં ચેન્નઈ માટે રમી રહ્યો હતો. કોલકત્તાએ બુધવારે રમાયેલી મેચમાં ચેન્નઈ સામે 18 રને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. મહત્વનું છે કે હરભજન સિંહ આ પહેલા આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમી ચુક્યો છે.
આઈપીએલના અન્ય સમાચાર વાંચવા માટે ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે