Home> Sports
Advertisement
Prev
Next

'કોહલી તમારા લીધે IPLમાંથી બહાર થઇ RCB, હવે તમે સંન્યાસ લઇ લો, વિરાટ પર ભડક્યો એક્ટર

તમને જણાવી દઇએ કે આવું પ્રથમ વાર નથી કે વિરાટ કોહલી કેઆરકેના નિશાન પર આવ્યા છે. આ પહેલાં કેઆરકેએ વિરાટ કોહલીને અનુષ્કા શર્મા સાથે છુટાછેડા લેવાની સલાહ આપી હતી.

'કોહલી તમારા લીધે IPLમાંથી બહાર થઇ RCB, હવે તમે સંન્યાસ લઇ લો, વિરાટ પર ભડક્યો એક્ટર

KRK on Virat Kohli: રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ ક્વાલિફાયર-2 માં રાજસ્થાન રોયલ્સ સામે હારનો સ્વાદ ચાખ્યા બાદ આઇપીએલ 2022 માંથી બહાર થઇ ગઇ છે. આ હારની સાથે આરસીબીની ટ્રોફી જીતવાનું સપનું ફરી એકવાર તૂટી ગયું. આરસીબીના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી માટે આઇપીએલની આ સીઝન કંઇ ખાસ રહી નહી. વિરાટ કોહલી 16 મેચોમાં 341 રન જ બનાવી શક્યા. તેમની એવરેજ લગભગ 23 ટકા રહી.

fallbacks

વિરાટ કોહલીના આ પ્રદર્શન બાદ બોલીવુડ એક્ટર અને પોતાના નિવેદનના કારણે ચર્ચામાં રહેનાર કમાલ ખાન ઉર્ફે કેઆરકેએ ટ્વીટ કર્યું છે. કેઆરકેએ કોહલીને સંન્યાસ લેવાની સલાહ આપી છે. 

કેઆરકેએ લખ્યું, 'પ્રિય વિરાટ કોહલી મેં તમને છેલ્લી મેચો રમવાની ના પાડી હતી, પરંતુ તમે મારી વાત ન માની. તમારા કારણે જ આજે આરસીબી આઇપીએલમાંથી બહાર થઇ ગયું છે. આશા છે કે તમે જલદી જ ક્રિકેટના તમામ ફોર્મેટ સાથે સંન્યાસ લેવાની જાહેરાત કરશે. 

કેઆરકેર પોતાના એક અન્ય ટ્વીટમાં લખ્યું કે જ્યારે હું આ ભવિષ્યવાણી કરી તો લોકો મારા પર ભડકી ગયા હતા. આજે મારી ભવિષ્યવાણી 100% સાચી થઇ કારણ કે મને ખબર છે કે વિરાટ કોહલી આરસીબીની દુર્ભાગ્ય છે. 

તમને જણાવી દઇએ કે આવું પ્રથમ વાર નથી કે વિરાટ કોહલી કેઆરકેના નિશાન પર આવ્યા છે. આ પહેલાં કેઆરકેએ વિરાટ કોહલીને અનુષ્કા શર્મા સાથે છુટાછેડા લેવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે અનુષ્કા કોહલી માટે બેડ લક છે. કોહલી ફોર્મમાં ત્યારે જ પરત આવશે જ્યારે તે અનુષ્કા સાથે છુટાછેડા લેશે. 

આઇપીએલ 2022ની શરૂઆતની મેચોમાં આરસીબીએ સારું પ્રદર્શન કર્યું છે. લીગ સ્ટેજ ખતમ થયા બાદ આરસીબીની ટીમ 8 જીત અને 6 મેચ હરાવી પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર રહી હતી. આરસીબી એલિમિનેટરમાં લખનઉ સુપર જાયન્ટ્સને હરાવીને ક્વાલિફાયર 2 માટે ક્વાલિફાઇ કરી હતી. પરંતુ તેની સફરને આગળ વધારી શકી નહી અને ફરી એકવાર ખિતાબ જીતવાનું ચૂકી ગઇ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More