Home> Sports
Advertisement
Prev
Next

ચેન્નઈ સુપર કિંગ્સે શેર કર્યો સુરેશ રૈનાનો વીડિયો, ગુસ્સે થયા ફેન્સ, કહ્યું- દેખાડો ન કરો

ચેન્નઈ સુપર કિંગ્સે રૈનાો એક વીડિયો શેર કર્યો, જેના પર તેના ફેન્સ ગુસ્સે થયા છે. આ વીડિયોમાં રૈનાની આઈપીએલ સફરને દેખાડવામાં આવી છે. 

ચેન્નઈ સુપર કિંગ્સે શેર કર્યો સુરેશ રૈનાનો વીડિયો, ગુસ્સે થયા ફેન્સ, કહ્યું- દેખાડો ન કરો

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સની સફળતામાં મહેન્દ્ર સિંહ ધોનીની સાથે-સાથે બાકી ખેલાડીઓનું પણ મહત્વનું યોગદાન રહ્યુ છે. તેમાં સુરેશ રૈનાનું નામ ટોપ પર રાખવામાં આવશે. રૈનાએ ચેન્નઈ માટે અનેક સીઝનમાં સારૂ પ્રદર્શન કર્યું છે. તે લાંબા સમયથી આ ફ્રેન્ચાઇઝી સાથે જોડાયેલો રહ્યો હતો. પરંતુ આઈપીએલ ઓક્શન 2022માં સુરેશ રૈનાને ચેન્નઈ સુપર કિંગ્સે ખરીદ્યો નહીં. હાલમાં ચેન્નઈએ સુરેશ રૈનાનો એક વીડિયો શેર કર્યો છે, જેના પર ફેન્સે ગુસ્સો જાહેર કર્યો છે. 

fallbacks

ચેન્નઈ સુપર કિંગ્સે રૈનાનો એક વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. તેમાં રૈનાના રેકોર્ડ અને બાકી સારી યાદોને સામેલ કરવામાં આવી છે. પરંતુ સુરેશ રૈનાના ફેન્સને આ વીડિયો પસંદ આવ્યો નહીં. ફેન્સે ઘણા પ્રકારની પ્રતિક્રિયાઓ જાહેર કરી છે. ફેન્સે સીએસકેને દેખાડો ન કરવાની ચેતવણી આપી છે. 

મહત્વનું છે કે આઈપીએલ 2022 પહેલાં ચેન્નઈએ મહેન્દ્ર સિંહ ધોનીને રિટેન કર્યો હતો. તો સુરેશ રૈનાને રિલીઝ કરી દેવામાં આવ્યો હતો. રૈના 2 કરોડની બેઝ પ્રાઇઝની સાથે આઈપીએલ ઓક્શનમાં આવ્યો હતો. પરંતુ તે અનસોલ્ડ રહ્યો. ત્યાં સુધી કે ચેન્નઈએ પણ રૈનાને ખરીદ્યો નહીં. ત્યારબાદ સોશિયલ મીડિયા પર રૈનાના ફેન્સે ભયંકર ગુસ્સો જાહેર કર્યો હતો. તો દિગ્ગજ ક્રિકેટરોએ પણ આ નિર્ણયથી ચોંકી ગયા હતા. 

આ પણ વાંચોઃ IND vs SL: ભારતના પ્રવાસ માટે શ્રીલંકાની ટીમ જાહેર, આ ખેલાડીઓને મળી તક

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More