Home> Sports
Advertisement
Prev
Next

IPL 2022: ગુજરાત ટાઈટન્સ માટે નબળી કડી છે આ ખેલાડી? ગુસ્સે ભરાયેલા ફેન્સે પૂછ્યું- તું ક્રિકેટર જ છે ને!

ગુજરાતની ટીમ લીગ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. જો કે ગુજરાતની આ જીત બાદ પણ ટીમનો એક ખેલાડી ફેન્સના ગુસ્સાનો ભોગ બની રહ્યો છે. 

IPL 2022: ગુજરાત ટાઈટન્સ માટે નબળી કડી છે આ ખેલાડી? ગુસ્સે ભરાયેલા ફેન્સે પૂછ્યું- તું ક્રિકેટર જ છે ને!

CSK vs GT: IPL 2022 ની 29મી મેચમાં ચાર ચારવાર ચેમ્પિયન રહી ચૂકેલી ચેન્નાઈ સુપર કિંગ્સ ગુજરાત ટાઈટન્સ સામે 3 વિકેટથી હારી. ગુજરાત ટાઈટન્સની આઈપીએલ સીઝન 15માં આ 5મી જીત છે. ગુજરાતની ટીમ લીગ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. જો કે ગુજરાતની આ જીત બાદ પણ ટીમનો એક ખેલાડી ફેન્સના ગુસ્સાનો ભોગ બની રહ્યો છે. 

fallbacks

ગુજરાતના આ ખેલાડી પર ફેન્સ ભડકી ગયા
રવિવારે રાતે ગુજરાત ટાઈટન્સે ભલે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવી દીધી. પરંતુ ગુજરાતના સ્ટાર ઓલરાઉન્ડર વિજય શંકર પર ફેન્સે સોશિયલ મીડિયા પર ખુબ ગુસ્સો કાઢ્યો. વાત જાણે એમ છે કે વિજય શંકર આ મેચમાં પણ બોલ અને બેટ બંનેથી ફ્લોપ રહ્યો. ત્યારબાદ હવે ક્રિકેટ ફેન્સ તેના પર ગુસ્સો કાઢી રહ્યા છે. આ મેચમાં પણ શંકર ગત મેચની જેમ જ ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન ભેગો થયો. જ્યારે બોલથી પણ કોઈ કમાલ ન કર્યો કારણ કે એક પણ ઓવર ન ફેંકી. 

તુ ક્રિકેટર જ છે ને!
વિજય શંકર આઈપીએલ 2022માં સતત ફ્લોપ જઈ રહ્યો છે તેને કારણે સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહ્યો છે. એક યૂઝરે તો ટ્વીટ કરીને  પૂછ્યું કે તું ક્રિકેટર જ છે ને! જ્યારે અન્ય એક યૂઝરે સવાલ ક ર્યો કે વિજય શંકરને વર્લ્ડ કપ 2019માં તક કેવી રીતે મળી? આ ઉપરાંત અનેક પ્રકારના મીમ્સ વિજય શંકર વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યા છે. આ ખેલાડી હાલ ગુજરાતની ટીમની સૌથી મોટી નબળાઈ બની ગયો છે અને તેના કરાણે ટીમ ક્યાંક ને ક્યાંક મેચમાં થોડી નબળી પણ પડી જાય છે. 

ગુજરાતે ચેન્નાઈ સુપર કિંગ્સને આપી માત
ગુજરાત ટાઈટન્સે સીએસકેને હરાવીને આઈપીએલ સીઝન 15ની 5મી જીત નોંધાવી. આ રોમાંચક મેચમાં ગુજરાતે 3 વિકેટથી જીત મેળવી. જેમાં ડેવિડ મિલરની 94 રનની અણનમ મેચ વિનિંગ ઈનિંગ યાદગાર બની રહી. આ મેચમાં કેપ્ટનશીપ નિભાવી રહેલા રાશિદ ખાને પણ 40 રનની મહત્વની ઈનિંગ રમી. મેચમાં ગુજરાતે ટોસ જીતીને ચેન્નાઈને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. પહેલા બેટિંગ કરતા ચેન્નાઈની ટીમે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 169 રન કર્યા હતા. 170 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સની ટીમે 7 વિકેટ ગુમાવીને પોતાનો લક્ષ્યાંક મેળવી લીધો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More