Home> Sports
Advertisement
Prev
Next

GT vs RR: હાર્દિક પંડ્યાની ટીમ બની ગઈ આઈપીએલ ચેમ્પિયન, ફાઇનલમાં રાજસ્થાનની હાર

GT vs RR: ગુજરાત ટાઈટન્સની ટીમે પોતાના હોમ ગ્રાઉન્ડમાં 1 લાખથી વધુ દર્શકોની હાજરીમાં ઈતિહાસ રચી દીધો છે. હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ગુજરાતે પ્રથમ પ્રયાસમાં જ આઈપીએલની ટ્રોફી જીતી લીધી છે. 

GT vs RR: હાર્દિક પંડ્યાની ટીમ બની ગઈ આઈપીએલ ચેમ્પિયન, ફાઇનલમાં રાજસ્થાનની હાર

અમદાવાદઃ હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ગુજરાત ટાઈટન્સે કમાલ કરતા આઈપીએલ-2022નું ટાઈટલ કબજે કરી લીધુ છે. આઈપીએલમાં પ્રથમ વખત રમી રહેલી ગુજરાત ટાઈટન્સે પોતાના હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સને આઈપીએલ ફાઇનલમાં 7 વિકેટે પરાજય આપી ટ્રોફી પર કબજો કરી લીધો છે. ગુજરાતની જીતનો હીરો કેપ્ટન હાર્દિક પંડ્યા (34 રન, 3 વિકેટ) રહ્યો હતો. પ્રથમ બેટિંગ કરી રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 9 વિકેટે 130 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ગુજરાતે 18.1 ઓવરમાં 3 વિકેટે 133 રન બનાવી ટ્રોફી પોતાના નામે કરી લીધી હતી. 

fallbacks

પાવરપ્લેમાં ગુજરાત 31-2
ગુજરાત ટાઈટન્સે પ્રથમ છ ઓવરમાં 2 વિકેટે 31 રન બનાવ્યા છે. હાર્દિક પંડ્યા અને શુભમન ગિલ ક્રિઝ પર છે. રિદ્ધિમાન સાહા 5 રન બનાવી પ્રસિદ્ધ કૃષ્ણાનો શિકાર બન્યો હતો. તો ટ્રેન્ટ બોલ્ટે મેથ્યૂ વેડ (8) ને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. 

ગુજરાતને મળ્યો 131 રનનો ટાર્ગેટ
ગુજરાત ટાઈટન્સના બોલરોએ દમદાર પ્રદર્શન કર્યુ છે. રાજસ્થાન રોયલ્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે માત્ર 130 રન બનાવી શકી છે. હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 17 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિયા સાંઈ કિશોરને બે વિકેટ મળી હતી. તો રાશિદ ખાન, શમી અને યશ દયાલને એક-એક વિકેટ મળી હતી. રાજસ્થાન તરફથી જોશ બટલરે સૌથી વધુ 39 રન બનાવ્યા હતા. 

હાર્દિક પંડ્યાનો શાનદાર સ્પેલ
ફાઇનલમાં ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ દમદાર પ્રદર્શન કર્યુ છે. હાર્દિકે પંડ્યાએ 4 ઓવરમાં 17 રન આપી ત્રણ વિકેટ ઝડપી છે. રાજસ્થાને 96 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી છે. 

ગુજરાતને મળી મોટી સફળતા
કેપ્ટન હાર્દિક પંડ્યાએ શાનદાર બોલિંગ કરી ખતરનાક બટલરને પેવેલિયન પરત મોકલી આપ્યો છે. આ સાથે રાજસ્થાને ચોથી વિકેટ ગુમાવી છે. બટલર 35 બોલમાં 45 ચોગ્ગા સાથે 39 રન બનાવી આઉટ થયો છે. 

રાશિદને મળી વિકેટ
રાશિદ ખાને દેવદત્ત પડિક્કલને 2 રને આઉટ કરી ગુજરાતને ત્રીજી સફળતા અપાવી છે. રાજસ્થાન રોયલ્સે 12 ઓવરમાં 3 વિકેટે 79 રન બનાવ્યા છે. જોશ બટલર અને શિમરોન હેટમાયર ક્રિઝ પર છે.  

સંજૂ સેમસન આઉટ, હાર્દિકને મળી સફળતા
ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ પોતાની પ્રથમ ઓવરમાં સફળતા અપાવી છે. સંજૂ સેમસન માત્ર 14 રન બનાવી આઉટ થયો છે. રાજસ્થાને 60 રન પર બે વિકેટ ગુમાવી છે. 

રાજસ્થાનને પ્રથમ ઝટકો
ગુજરાત ટાઈટન્સને યશ દયાલે પ્રથમ સફળતા અપાવી છે. યશસ્વી 16 બોલમાં 22 રન બનાવી આઉટ થયો છે. રાજસ્થાને 4 ઓવરમાં 1 વિકેટે 31 રન બનાવ્યા છે. 

3 ઓવરમાં 21 રન
પ્રથમ બેટિંગ કરી રહેલી રાજસ્થાન રોયલ્સે 3 ઓવરમાં 21 રન બનાવી લીધા છે. બટલર અને યશસ્વી બેટિંગ કરી રહ્યાં છે. 

રાજસ્થાનની બેટિંગ શરૂ
રાજસ્થાનની બેટિંગ શરૂ થઈ ગઈ છે. જોશ બટલર અને યશસ્વી જાયસવાલ ક્રિઝ પર છે. ગુજરાત તરફથી મોહમ્મદ શમીએ બોલિંગની કમાન સંભાળી છે. 

રાજસ્થાને ટોસ જીત્યો
રાજસ્થાનના કેપ્ટન સંજૂ સેમસને ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે ગુજરાતની ટીમ પ્રથમ બોલિંગ કરશે. 

ટીમ
રાજસ્થાન રોયલ્સઃ યશસ્વી જાયસવાલ, જોશ બટલર, સંજૂ સેમસન, દેવદત્ત પડિક્કલ, રિયાન પરાગ, શિમરોન હેટમાયર, આર અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, પ્રસિદ્ધ કૃષ્ણા, યુઝવેન્દ્ર ચહલ, ઓબેડ મેકોય. 

ગુજરાત ટાઈટન્સઃ રિદ્ધિમાન સાહા, શુભમન ગિલ, મેથ્યૂ વેડ, હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર, રાહુલ તેવતિયા, રાશિદ ખાન, આર સાંઈ કિશોર, લોકી કર્ફ્યૂસન, યશ દયાલ, મોહમ્મદ શમી. 

ખચાખચ ભરેલા સ્ટેડિયમમાં રેહમાને બધાને ડોલાવ્યા
આઈપીએલ-2022ની ક્લોઝિંગ સેરેમની સમાપ્ત થઈ ગઈ છે. એઆર રેહમાન અને રણવીર સિંહે લાખો લોકોનું મનોરંજન કરાવ્યું છે. સ્ટેડિયમ ખચાખચ ભરેલું છે. લાખ કરતા વધુ લોકો ફાઇનલ જોવા પહોંચ્યો છે. 

રણવીર સિંહે દર્શકોનું મનોરંજન કરાવ્યું
આઈપીએલની ક્લોઝિંગ સેરેમની શરૂ થઈ ગઈ છે. બોલીવુડ એક્ટર રણવીર સિંહે પોતાના ડાન્સથી લોકોનું મનોરંજન કરાવ્યું છે. આ પહેલા બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી, જય શાહ અને બૃજેશ પટેલે વિશ્વની સૌથી મોટી આઈપીએલ જર્સીનું ઉદ્ઘાટન કર્યુ હતું. તો બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર પણ ફાઇનલ જોવા માટે પહોંચ્યો છે. 

વિશ્વના મોટા સ્ટેડિયમમાં ફાઇનલ
આઈપીએલ 2022ની 15મી સીઝનની આજે ફાઈનલ મેચ રમવાની છે. અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં આજે ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ફાઈનલ મેચ રમાશે. લગભગ બે મહિનાની જોરદાર મેચો બાદ IPL 2022ની સીઝન તેની અંતિમ ક્ષણે પહોંચી ગઈ છે. ગુજરાત માટે તેમના હોમ ગ્રાઉન્ડ પર ટ્રોફી જીતવી એ એક શાનદાર મોકો હશે. ગુજરાતની ટીમે અનેક મુશ્કેલીઓ વેઠીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું અને પછી ક્વોલિફાયર રાઉન્ડમાં રાજસ્થાનને હરાવીને ફાઈનલની ટિકીટ મેળવી હતી. જ્યારે રાજસ્થાન માટે 2008માં એકમાત્ર ટાઇટલ જીત્યા બાદ દિવંગત લેગ સ્પિન દિગ્ગજ શેન વોર્નને શ્રદ્ધાંજલિ આપવાની સુવર્ણ તક હશે.

ગુજરાતના સમર્થનમાં પહોંચ્યા ક્રિકેટ ફેન્સ
આઈપીએલમાં અત્યાર સુધી ગુજરાત ટાઈટન્સે શાનદાર પ્રદર્શન કર્યું છે. હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ટીમ પોતાની પ્રથમ સીઝનમાં ફાઇનલમાં પહોંચી છે. ગુજરાતે ક્વોલિફાયર-1માં પણ રાજસ્થાન રોયલ્સને હરાવ્યું હતું. હવે ઘરણાંગએ ગુજરાતની ટીમ ટ્રોફી ઉઠાવવા માટે મેદાને ઉતરશે. 

છઉ નૃત્વના કલાકાર આપશે પ્રસ્તૃતિ
આઈપીએલ 2022ની ક્લોઝિંગ સેરેમનીમાં ઝારખંડના છઉ નૃત્યના કલાકાર પણ પ્રસ્તૃતિ આપશે. પ્રભાત કુમાર મહતોના નેતૃત્વમાં 10 સભ્યોની છઉ નૃત્ય ટીમ અમદાવાદ પહોંચી ગઈ છે. 

કોમેન્ટ્રી કરશે આમિર ખાન
મિસ્ટર પરફેક્ટ આમિર ખાન પણ ક્રિકેટના ચાહક છે. આજે આઈપીએલ ફાઇનલમાં આમિર ખાન હિન્દી કોમેન્ટ્રી કરતા જોવા મળશે. આ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેમની ફિલ્મ લાલ સિંહ ચડ્ઢાનું ટ્રેલર રિલીઝ થશે. 

6.25 કલાકે શરૂ થશે ક્લોઝિંગ સેરેમની
આઈપીએલ 2022ની ક્લોઝિંગ સેરેમની સાંજે 6.25 કલાકે શરૂ થશે. તમે તેને સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ જોઈ શકો છો. ડિઝ્ની+હોટસ્ટાર પર પણ તેનું લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. જ્યાં એઆર રેહમાન અને બોલીવુડ એક્ટર રણવીર સિંહ ક્લોઝિંગ સેરેમનીનું ખાસ આકર્ષણ હશે. તો નીતિ મોહન પણ જોવા મળશે. ઉર્વશી રૌતેલા પણ ડાન્સ કરવાની છે. આ સાથે 10 રાજ્યના લોક કલાકાર પણ આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More