નવી દિલ્હી: IPL મેગા ઓક્શન 2022 પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે બધાની નજર IPL 2022 પર છે, પરંતુ તેના પહેલા RCBને મોટો ફટકો પડ્યો છે. તેમનો એક સ્ટાર ખેલાડી IPL 2022માં નહીં રમે. વિરાટ કોહલીના કેપ્ટનશીપ છોડ્યા બાદ RCB ટીમ પાસે કેપ્ટન નથી. આવી સ્થિતિમાં RCB ટીમ માટે નવી મુશ્કેલી ઉભી થઈ છે.
આ સ્ટાર ખેલાડી નહીં રમે IPLનો પ્રથમ હાફ
IPL 2022 શરૂ થવામાં હવે થોડા મહિના જ બાકી છે, પરંતુ હવે તે પહેલા RCB ટીમને મોટો ઝટકો લાગ્યો છે. RCB તરફથી રમતા ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી ગ્લેન મેક્સવેલ IPLના પ્રથમ તબક્કામાં નહીં રમે. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ પાકિસ્તાનના પ્રવાસ અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની શરૂઆતની મેચોમાંથી બહાર થઈ જશે કારણ કે તે આવતા મહિને લગ્ન કરવા જઈ રહ્યો છે. ગ્લેન મેક્સવેલને આરસીબી ટીમે રિટેન કર્યો છે. IPL 2021માં મેક્સવેલે બોલ અને બેટ સાથે શાનદાર રમત બતાવી હતી.
મેક્સવેલે પરિસ્થિતિ સ્પષ્ટ કરી
ગ્લેન મેક્સવેલે 'ફોક્સ સ્પોર્ટ્સ'ને જણાવ્યું હતું કે કાર્યક્રમમાં ફેરફારના કારણે થોડી મુશ્કેલી પડવી નક્કી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વિરાટ કોહલી અને મોહમ્મદ સિરાજ ઉપરાંત મેક્સવેલને રિટેન કર્યો. તેમણે કેનબેરામાં શ્રીલંકા સામેની ત્રીજી T20 મેચ બાદ જણાવ્યું હતું કે, 'શરૂઆતમાં જ્યારે મેં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે તારીખો અંગે ચર્ચા કરી, ત્યારે બે અઠવાડિયાનું અંતર હતું, જેમાં મને સંભવિતપણે સમય મળતો.'
પાકિસ્તાન પ્રવાસથી પણ થઈ શકે છે બહાર
મેક્સવેલે કહ્યું, 'તેથી જ્યારે મેં તારીખો પર અંતિમ નિર્ણય લીધો, ત્યારે હું ખુશ હતો કે મારે કોઈ સીરિઝ ગુમાવવી નહીં પડે. ત્યારબાદ ગત વર્ષે જ્યારે હું (ક્રિકેટ ઓસ્ટ્રેલિયા) કોન્ટ્રાક્ટ મીટિંગમાં આવ્યો ત્યારે તેઓએ કહ્યું કે પાકિસ્તાન સામે સીરીઝ થશે. IPL માર્ચના છેલ્લા સપ્તાહમાં શરૂ થવાની સંભાવના છે જ્યારે ઓસ્ટ્રેલિયાનો પાકિસ્તાન સામેની ટી20 સીરિઝનો પ્રવાસ 29 માર્ચથી શરૂ થશે.
આગામી મહિને લગ્ન કરશે મેક્સવેલ
ગ્લેન મેક્સવેલે માર્ચ 2020માં ભારતીય મૂળની ગર્લફ્રેન્ડ વિની રામન સાથે ભારતીય રીતિ-રિવાજ મુજબ સગાઈ કરી હતી. ઘણા મીડિયા અહેવાલો અનુસાર, મેક્સવેલ અને વિનીના લગ્ન પરંપરાગત તમિલ બ્રાહ્મણ શૈલીમાં થશે અને ઘણા ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો અને આંતરરાષ્ટ્રીય મહેમાનો આ સમારોહમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. ગ્લેન મેક્સવેલ માર્ચના અંતમાં લગ્ન કરવાના છે. તે 27 માર્ચે તેની મંગેતર વિની રમન સાથે લગ્ન કરશે. રમણ વિની ભારતીય મૂળના છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે