IPL 2022 KKR: કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સને પોતાના દમ પર મેચ જીતાડનાર એક ખેલાડીએ ટૂર્નામેન્ટ વચ્ચે ટીમનો સાથ છોડી દીધો છે. કોલકાતા નાઈટ રાઈડર્સનો ફાસ્ટ બોલર પેટ કમિંસ IPL 2022 માં આગળ રમી શકશે નહીં કેમ તે હીપ્સ ઇન્જરીની સારવાર માટે પોતાના દેશ ઓસ્ટ્રેલિયા પરત ફર્યો છે.
ક્રિકેટ ડોટ કોમ ડોટ એયુના એક રિપોર્ટ અનુસાર ઓસ્ટ્રેલિયન ટીમનો ટેસ્ટ કેપ્નટ પેટ કમિંસ આગામી મહિને શ્રીલંકાના પ્રવાસ પહેલા ફિટનેસ પ્રાપ્ત કરવા માટે સિડની પરત ફરી રહ્યો છે. પેટ કમિંસને કોલકાતા નાઈટ રાઈડર્સે 7.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કમિંસને સંપૂર્ણ રીતે ફીટ થવા માટે 15 દિવસનો સમય લાગવાની સંભાવના છે.
આ 5G સ્માર્ટફોનમાં મળશે દમદાર બેટરી અને જોરદાર કેમેરો, જાણો કિંમત સહિત અન્ય ફિચર્સ
ટેસ્ટ ટીમનું નેતૃત્વ કરવા ઉપરાંત કમિંસ વનડે અને ટી20 ટીમનો પણ એક મહત્વપૂર્ણ સભ્ય છે. આ વચ્ચે કેકેઆરના ટીમ મેનેજમેનટે આ વાતની પુષ્ટી કરી નથી કે કમિંસ આગળ મેચ રમશે નહીં. કમિંસે આ સીઝનમાં આઇપીએલમાં માત્ર 5 મેચ રમ્યો છે.
ટ્રાન્જેક્શન કરતા પહેલા આ સમાચાર તમારા માટે જાણવા જરૂરી, નહીં તો કેશ ઉપાડી શકો નહીં
જેમાં તેણે સાત વિકેટ લેવા ઉપરાંત 63 રન બનાવ્યા છે. તેમાં મુંબઇ ઇન્ડિયસ સામે 14 બોલ પર રમાયેલી નાબાદ 56 રનની ઇનિંગ પણ સામેલ છે. કેકેઆરની 12 મેચમાં માત્ર 10 પોઈન્ટ છે અને તે બહાર થવાની અણીએ છે. કેકેઆરની હવે પછીની મેચ શનિવારના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે છે.
(પીટીઆઇ ઇનપુટ)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે