નવી દિલ્હી: આઇપીએલ 2022 માં સોમવારના લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાયેલી મેચમાં એક ભારતીય બેટ્સમેને એકદમ દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટ સ્ટાર એબી ડિવિલિયર્સની જેમ 360 ડિગ્રીમાં બેટિંગ કરી હતી. કોઈ વિશ્વાસ કરી શકતું નથી કે ભારતમાં જન્મેલો આ 23 વર્ષનો ખેલાડી આવી ધુઆંધાર બેટિંગ કરશે. તમને જણાવી દઈએ કે, સોમવારના ગુજરાત ટાઈટન્સે લખનઉ સુપર જાયન્ટ્સને 5 વિકેટથી માત આપી હતી. આ સાથે કેએલ રાહુલની કેપ્ટનશીપ હેઠળ લખનઉની શરૂઆત ટૂર્નામેન્ટમાં હાર સાથે થઈ છે. જો કે, આ વચ્ચે મેચમાં ભારતના ડિવિલિયર્સ તરીકે આયુષ બદોની ઉભરીને સામે આવ્યો છે.
ભારતમાં પેદા થયો આ બીજો 'ડિવિલિયર્સ'
આ મેચમાં એક ક્ષણ એવી પણ આવી હતી, જ્યારે લખનઉની ટીમ માત્ર 29 રનના સ્કોર પર જ પોતાની શરૂઆતની 4 વિકેટ ગુમાવી હતી. એવામાં આ મુશ્કેલીના સમયમાં 22 વર્ષનો યુવા સ્ટાર આયુષ બદોનીએ દીપક હડ્ડા સાથે ભાગીદારી કરી પોતાની ટીમને સંભાળી હતી. આયુષ બદોનીએ પોતાની ઇનિંગ દરમિયાન 4 ચોકા અને 3 છક્કા મારી 41 બોલમાં 54 રનની શાનદાર ઇનિંગ રમી હતી. બદોનીની ઇનિંગ જોઈ કેપ્ટન કેએલ રાહુલ પણ ઘણો પ્રભાવિત થયો અને તેણે મેચ બાદ આ યુવા સ્ટારને પોતાની ટીમનો 'બીબી એબી' ગણાવ્યો હતો.
સસ્તું મળશે ગોલ્ડ! આગામી સમયમાં ભાવમાં થશે મોટો ઘટાડો, જાણો એવું તો શું છે કારણ
360 ડિગ્રીમાં મારે છે ગગનચુંબી શોર્ટ્સ
કેએલ રાહુલે મેચ બાદ આયુષ બદોનીની પ્રશંસા કરતા કહ્યું, અમારા માટે આયુષ Baby AB છે. તે 360 ડિગ્રીમાં શોટ્સ રમી શકે છે. હું તેના માટે ઘણો ખુશ છું. તેણે અમને નેટ્સથી ઘણા પ્રભાવિત કર્યા છે. તમને જણાવી દઈએ કે, આયુષ બદોની ઘરેલું ક્રિકેટમાં દિલ્હી માટે રમે છે. લખનઉની ટીમે આ ખેલાડીને મેગા ઓક્શન દરમિયાન 20 લાખ રૂપિયામાં ખરીદી પોતાની ટીમમાં શામેલ કર્યો છે અને હવે તક મળી છે તેણે તેની ડેબ્યુ મેચમાં ઘણી ઉંડી છાપ છોડી છે.
દુનિયા સામે આ 8 સ્ટારને ખાવો પડ્યો માર, ક્યાંક કેટ ફાઈટ તો કોઈએ ખાધો લાફો
કોણ છે આયુષ બદોની?
આયુષ બદોનીનો જન્મ 3 ડિસેમ્બર 1999 ના દિલ્હીમાં થયો હતો. તમને જણાવી દઇએ કે, બદોની ઘરેલું ક્રિકેટમાં દિલ્હી માટે રમે છે. બદોનીએ ભારત માટે અંડર 19 ક્રિકેટ પણ રમી છે. જમણાં હાથનો આ યુવા બેટ્સમેન તે સમયે ચર્ચામાં આવ્યો હતો, જ્યારે વર્ષ 2018 માં તેણે એશિયા કપમાં શ્રીલંકા સામે ભારત અંડર-19 માટે માત્ર 28 બોલમાં 52 રન બનાવી ધમાકો કર્યો હતો. આયુષ બદોની એક બોલિંગ ઓલરાઉન્ડ છે અને નીચા ક્રમમાં ઉપયોગી ઇનિંગ રમવામાં માહેર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે