IPL 2022 MI vs RR: મુંઇબ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આઇપીએલ 2022 ની 44 મી મેચ રમાઈ હતી. રોહિત શર્માએ ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. મુંબઇ ઇન્ડિયન્સની આઇપીએલ 2022 સીઝનની પહેલી જીત નોંધાવી છે. રાજસ્થાન રોયલ્સને મુંઇબ ઇન્ડિયન્સે 5 વિકેટથી હરાવ્યું છે. આ મેચમાં મુંબઇના બેટ્સમેને શાનદાર બેટિંગ કરી હતી.
સૂર્યકુમાર યાદવે મેદાનમાં દરેક બાજુએ સ્ટ્રોક મારી 51 રનની શાનદાર ઇનિંગ રમી હતી. સૂર્યકુમારે મુંબઇ ઇન્ડિયન્સની જીત માટે મહત્વની ભૂમિકા ભજવી છે. આઇપીએલ 2022 સીઝનમાં મુંબઇ ઇન્ડિયન્સે પહેલી જીત નોંધાવી છે. તિલક વર્માએ 35 રનની ઇનિંગ રમી. કેપ્ટન રોહિત શર્મા અને ઇશાન કિશન ફ્લોપ સાબિત થયો. રાજસ્થાન રોયલ્સ માટે ટ્રેંટ બોલ્ટ, પ્રસિદ્ધ કૃષ્ણા, અશ્વિન અને ચહલે 1-1 વિકેટ લીધી હતી.
આ રાશિના જાતકો માટે મે મહિનો લાવી રહ્યો છે ખુશીઓની ભેટ, સુખ-સુવિધામાં થશે વધારો
જો કે, મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટીમમાં બે મોટા ફેરફાર કર્યા હતા. જયદેવ ઉનાડકટની જગ્યાએ ડેવિડને સામેલ કર્યો. ત્યારે ડેવાલ્ડ બ્રેવિસની જગ્યાએ કુમાર કાર્તિકેય સિંહને સામેલ કર્યો હતો. મુંઇબ ઇન્ડિયન્સની બોલિંગ ખુબજ નબળી જોવા મળી હતી. ટીમના તમામ બોલરોએ રન લુટાવ્યા હતા. ડેથ ઓવર્સમાં આ બોલર રન રોકવામાં નિષ્ફળ સાબિત થયા.
આયુષ્માન ખુરાનાની પત્નીએ સેક્સ અંગે કહીં આ વાત, તાહિરા કશ્યપની આ વાતથી શરમાઈ જશે એક્ટર
જોસ બટલરે રાજસ્તાન રોયલ્સ તરફથી શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 52 બોલમાં 67 રન બનાવ્યા. દેવદત્તે 15 રનનું યોગદાન આપ્યું. કેપ્ટન સંજૂ સેમસન 16 રન મારી ફરી એકવાર સસ્તામાં આઉટ થઈ ગયો. ડેરિલ મિચેલે 17 રન બનાવ્યા હતા. મુંબઇ માટે ડેનિયલ સેમ્સ અને કુમાર કાર્તિકેય સિંહે 1-1 વિકેટ લીધી. ઋતિક શૌકીન અને રિલે મેડેરિથે 2-2 વિકેટ લીધી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે