મુંબઇ: દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ IPL 2022 સીઝનની શરૂઆત આજ (26 માર્ચ) થી થઈ રહી છે. પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગત વર્ષની ઉપવિજેતા ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. આ મેચ સાંજે 7.30 કલાકે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.
આઇપીએલની શરૂઆતના બે દિવસ પહેલા જ મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની જગ્યાએ રવિન્દ્ર જાડેજાને ચેન્નાઈ ટીમનો નવો કેપ્ટન બનાવ્યો છે. જાડેજા માટે પહેલી જ મેચમાં કેપ્ટન તરીકે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. વીઝાના કારણે મોઈન અલી ટીમમાં મોડા સામેલ થશે. તે પહેલી મેચ રમશે નહીં. જ્યારે ફાસ્ટ ફોલર દીપક ચહર ઇજાગ્રસ્ત છે. એવામાં જાડેજાએ આ બંને ખેલાડીઓનો વિકલ્પ શોધવો પડશે.
મોઈનની જગ્યાએ ડેવોનને તક મળી શકે છે
મોઈનની જગ્યાએ પ્લેઇન્ગ ઇલેવનમાં ડેવોન કોન્વેને જગ્યા મળી શકે છે. તેનું મોટું કારણ છે કે કોન્વે સ્પિનર્સને સારી રીતે રમી શકે છે. ટી20 વર્લ્ડ કપમાં તેણે રાશિદ ખાન અને મોહમ્મદ નબીની ખુબ જ ધોલાઈ કરી હતી. એવામાં તેને મિલડ ઓવરમાં મિસ્ટ્રી સ્પિનર વરૂણ ચક્રવર્તી અને સુનીલ નરેનને સંભાળવા માટે તક મળી શકે છે.
શ્રેયસે ફિન્ચનો વિકલ્પ શોધવો પડશે
મુશ્કેલીઓ કોલકાતા ટીમના નવા કેપ્ટન શ્રેયસ અય્યર માટે પણ ઓછી નથી. એલેક્સ હેલ્સે ટૂર્નામેન્ટ પહેલા જ નાપ પાછું ખેંચી લીધું હતું. તેની જગ્યાએ એરોન ફિન્ચને રિપ્લેસ કરવામાં આવ્યો છે. મોડા ટીમમાં સામેલ થવાને કારણે ફિન્ચ પહેલી મેચ રમી શકશે નહીં. એવામાં શ્રેયસને તેનો વિકલ્પ પણ શોધવો પડશે. જ્યારે ટીમનો દરેક કાર્યમાં કુશળ આન્દ્ર રસેલ અને વેન્કટેશ અય્યર તબાહી મચાવવા માટે તૈયાર છે.
LHS = RHS ft. Shivam Dube and Ruturaj Gaikwad! 👀#WhistlePodu #Yellove 🦁💛
— Chennai Super Kings (@ChennaiIPL) March 26, 2022
બંને ટીમની સંભવિત પ્લેઇનિંગ-11
ચેન્નાઈ સુપર કિંગ્સ: ઋતુરાજ ગાયકવાડ, રોબિન ઉથપ્પા, ડેવોન કોન્વે, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા (કેપ્ટન), શિવમ દુબે, એમએસ ધોની (વિકેટ કીપર), ડ્વેન બ્રાવો, રાજવર્ધન હંગારગેકર, ક્રિસ જોર્ડન/ મહીશ થીક્ષણા અને એડમ મિલ્ને.
કોલકાતા નાઇટ રાઈડર્સ: વેન્કટેશ અય્યર, અજિંક્ય રહાણે, શ્રેયસ અય્યર (કેપ્ટન), નિતીશ રાણા, સૈમ બિલિંગ્સ (વિકેટ કીપર), આન્દ્ર રસેલ, સુનિલ નરેન, શિવમ માવી, ટિમ સાઉદી, વરુણ ચક્રવર્તી અને ઉમેશ યાદવ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે