Home> Sports
Advertisement
Prev
Next

IPL 2022: વિવાદ વચ્ચે રવિન્દ્ર જાડેજા ટૂર્નામેન્ટમાંથી બહાર, સીએસકેએ આપી માહિતી

ચેન્નઈ સુપર કિંગ્સને મોટો ઝટકો લાગ્યો છે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજાને કારણે ટૂર્નામેન્ટમાં બાકીની મેચો રમી શકશે નહીં.

IPL 2022: વિવાદ વચ્ચે રવિન્દ્ર જાડેજા ટૂર્નામેન્ટમાંથી બહાર, સીએસકેએ આપી માહિતી

નવી દિલ્હીઃ આઈપીએલ-2022માં ખરાબ પ્રદર્શન કરી રહેલી ચેન્નઈ સુપર કિંગ્સને વધુ એક ઝટકો લાગ્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સનો પૂર્વ કેપ્ટન રવિન્દ્ર જાડેજા ઈજાને કારણે બહાર થઈ ગયો છે. હવે આ ઓલરાઉન્ડર બાકીની મેચો રમી શકશે નહીં. જાડેજાને દિલ્હી વિરુદ્ધ મુકાબલામાં ઈજા થઈ હતી. 

fallbacks

આઈપીએલ ફ્રેન્ચાઇઝી ચેન્નઈ સુપર કિંગ્સે બુધવારે એક સત્તાવાર નિવેદનમાં કહ્યુ- રવિન્દ્ર જાડેજા ઈજાને કારણે દિલ્હી વિરુદ્ધ મેચમાં ઉપલબ્ધ નહોતો. તે હજુ મેડિકલ ટીમની દેખરેખમાં છે. તેના આધાર પર આઈપીએલ 2022ની બાકી સીઝનમાંથી બહાર થઈ ગયો છે. 

ચેન્નઈના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને લઈને છેલ્લા બે દિવસથી અટકળો ચાલી રહી હતી. દાવો કરવામાં આવ્યો કે ફ્રેન્ચાઇઝી સીએસકેમાં બધુ બરાબર નથી. ચેન્નઈ સુપર કિંગ્સે ઇન્સ્ટાગ્રામ પર જાડેજાને અનફોલો કરી દીધો, સાથે જડ્ડુ પણ કોઈને ફોલો કરતો નથી. તેવામાં ખેલ જગતમાં નવી અટકળો શરૂ થઈ ગઈ હતી. 

મહત્વનું છે કે આઈપીએલ-2022 સીઝન શરૂ થતા પહેલાં જાડેજાને ટીમની કમાન સોંપવામાં આવી હતી. પરંતુ ટીમના સતત પ્રદર્શનને કારણે જાડેજાએ ટીમની કમાન છોડી દીધી હતી. ત્યારબાદ ધોની ટીમનો કેપ્ટન બન્યો હતો. ત્યારબાદ જાડેજા ઈજાને કારણે પ્લેઇંગ-11માંથી પણ બહાર થઈ ગયો હતો. 

આઈપીએલ-2022માં જાડેજાનું પ્રદર્શન
કુલ મેચ- 10
રન- 116
એવરેજ- 19.33
હાઈસ્કોર- 26*
વિકેટ- 5

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More