નવી દિલ્હી: આપીએલ 2022 માં શનિવારના સનરાઈઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 9 વિકેટથી હારાવી છે. રોયલ ચેલેન્જર્સે જીત માટે હૈદરાબાદને 69 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે અભિષેક શર્માના 47 રનના યોગદાન સાથે સનરાઈઝર્સ હૈદરાબાદે આઠ ઓવરમાં જ પ્રાપ્ત કર્યો હતો.
ટોસ જીતી હૈદરાબાદે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. માર્કો યાનસને બીજી ઓવરમાં ત્રણ વિકેટ લઇ આરસીબીની ઇનિંગને પાછળ ધકેલી દીધી હતી. ફાસ્ટ બોલર માટે પીચ મદદરૂપ સાબિત થઈ હતી પરંતુ કોઈપણ રીતે 68 પર ઓલઆઉટ થવા માટે આ પીચ નથી.
સનરાઈઝર્સના તમામ બોલરોએ શાનદાર બોલિંગ કરી અને એકબાદ એક વિકેટ ઝડપી પાડી હતી. બેંગ્લોરના 68 રનમાં સુયશ પ્રભુદેસાઈએ 15 અને મેક્સવેલે 12 રન બનાવ્યા. બેંગ્લોરની ઇનિંગમાં ત્રીજો સૌથી વધુ સ્કોર વધારાના 12 રનનો રહ્યો. જ્યારે અન્ય કોઈ ખેલાડી બે આંકડામાં સ્કોર બનાવી શક્યા નથી.
આઠ ઓવરમાં એક વિકેટ ગુમાવી 72 રન બનાવી 72 બોલ બચાવી હૈદરાબાદે એકતરફી જીત મેળવી છે. આ આઇપીએલમાં કોઈફણ ટીમ માટે બોલના મામલે ચોથી સૌથી મોટી જીત છે. હૈદરાબાદની ટીમ સાતમાંથી સતત પાંચ મેચ જીતી બીજા સ્થાન પર પહોંચી ગઈ છે.
તો બીજી તરફ આરસીબીના પણ હૈદરાબાદની જેમ 10 પોઈન્ટ છે, પરંતુ આ 10 પોઈન્ટ આઠ મેચમાં છે અને તે હવે પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર છે. અભિષેક શર્મા 28 બોલમાં 8 ફોર અને એક સિક્સની મદદથી 47 રન બનાવી આઉટ થયો.
કેપ્ટન વિલિયમ્સન 16 અને રાહુલ ત્રિપાઠી સાત રન બનાવી નાબાર રહ્યા. જ્યારે રાહુલ ત્રિપાઠીએ હર્ષલ પટેલ પર લેગ સાઈડમાં સિક્સ મારી મેચ સમાપ્ત કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે